1 જુલાઈથી રેલવેનો આ નિયમ બદલાઈ જશે, આજે જ IRCTC એપ પર આ કામ પતાવી લો
Railway Rule Change: 1 જુલાઈથી રેલવેના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. રેલવે આ નિયમની મદદથી તત્કાલ ટિકિટમાં થતી છેતરપિંડી રોકવા ઈચ્છે છે. IRCTC App અને વેબને Aadhaar આધાર સાથે લિંક હશે તો જ Tatkal Ticket Booking માટે પરમિશન મળશે. તમે તમારી IRCTC ને સરળતાથી આધાર નંબર સાથે ઓથેંટિક કરી શકો છો. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) વેબ અને IRCTC એપને આધાર સાથે પ્રમાણિત કરવું ખૂબ જ સરળ છે. તેના માટે આ પ્રોસેસ જાણી લો.
આ છે પ્રોસેસ
IRCTC Appને ઓપન કરીને તેમાં લોગિન કરો. એ પછી My Account પર જાઓ. હવે યૂઝર્સને Authenticate User પર ક્લિક કરીને પ્રોસેસને પૂર્ણ કરવી પડશે. IRCTC App નવા નિયમની માહિતી અને આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા વિશેની માહિતી IRCTC એપ પર મુકવામાં આવેલી છે. આ મેસેજ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં વાંચી શકાય છે.IRCTC એપ સ્માર્ટફોન યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ iOS અને Android મોબાઇલ યૂઝર્સ માટે છે.
આ પણ વાંચો : ઘરમાં કેટલા મોબાઈલ ફોન, બાઈક છે...? ભારતમાં આ તારીખથી શરૂ થશે વસતી ગણતરી
રેલવેમંત્રીએ પણ કરી છે પોસ્ટ
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 11 જૂને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને નવા નિયમ વિશે માહિતી આપી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે, 15 જુલાઈ, 2025 થી OTP આધારિત ઓથેન્ટિકેશન નિયમ પણ લાગુ થશે.
યૂઝર્સે OTP આપવો પડશે
PRS કાઉન્ટર અને અધિકૃત એજન્ટો પાસેથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે OTP વેરિફિકેશન કરાવવાનું રહેશે. આ તત્કાલ ટિકિટ બુકિંગ પર થતી છેતરપિંડી રોકવા માટે છે.