Get The App

ઘરમાં કેટલા મોબાઈલ ફોન, બાઈક છે...? ભારતમાં આ તારીખથી શરૂ થશે વસતી ગણતરી

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
ઘરમાં કેટલા મોબાઈલ ફોન, બાઈક છે...? ભારતમાં આ તારીખથી શરૂ થશે વસતી ગણતરી 1 - image

Image: IANS



Census Questions: વસ્તી ગણતરીની પ્રક્રિયાની તારીખની જાહેરાત થઈ ચુકી છે. આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાએ કહ્યું કે, આવતા વર્ષે પહેલી એપ્રિલથી તેનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. આ તબક્કામાં લોકોને તેમના ઘરમાં હાજર વાહન, ઇલેક્ટ્રોનિક સામાન અને અન્ય સુખ સુવિધાઓની વસ્તુઓની લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જેના માટે સેન્સર કમિશ્નર અને રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જોકે, આ વખતે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી કરવામાં આવશે. 

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી

વસ્તી ગણતરીની પહેલા તબક્કાની પ્રક્રિયામાં લોકોની રહેવાની સ્થિતિ, મિલકત અને સુખ-સુવિધાના સામાનની જાણકારી લેવામાં આવશે. વળી વસ્તી ગણતરીના બીજા તબક્કામાં ઘરમાં રહેતા પ્રત્યેક વ્યક્તિની ગણતરી, સામાજિક આર્થિક અને અન્ય જાણકારી એકઠી કરવામાં આવશે. જેને પોપ્યુલેશન એન્યૂમરેશન (PE) કહેવામાં આવશે.

આ પણ વાંચોઃ તમારી ઝૂંપડપટ્ટી તોડી નાખી, PM મોદી જુઠ્ઠા છે...અરવિંદ કેજરીવાલના દિલ્હીમાં ભાજપ પર પ્રહાર

34 લાખથી વધુ લોકો જોડાશે આ પ્રક્રિયામાં

આ વિશે રાજ્યોના મુખ્ય સચિવોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નક્કી કરેલી તારીખ પહેલાં સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણતરી અધિકારીઓ અને કાર્યકર્તાઓના કામની વહેંચવામાં આવશે. આ કામ જિલ્લા સ્તરે કરવામાં આવશે. સરકારે કહ્યું કે, આ વખતે વસ્તી ગણતરીમાં જાતિની જાણકારી પણ નોંધવામાં આવશે, વસ્તી ગણતરીના કાર્ય માટે 34 લાખ સરવે કરનારા અને સુપરવાઇઝર લગાવવામાં આવશે. આ લોકો ફીલ્ડ પર જઈને કામ કરશે. આ સિવાય 30 હજાર વસ્તી ગણતરી પદાધિકારી ગોઠવવામાં આવશે. આ અધિકારી વસ્તી ગણતરી દરમિયાન મળેલી જાણકારીના ડેટા તૈયાર કરશે. ત્યારબાદ આ જાણકારીને ડિજિટલાઇઝ કરવામાં આવશે. 

શું પૂછવામાં આવશે? 

ઑફિસ ઑફ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશ્નરે આશરે ત્ણ ડઝન સવાલ તૈયાર કર્યા છે, જે વસ્તી ગણતરી દરમિયાન લોકોને પૂછવામાં આવશે. આ સરવેમાં દરેક વ્યક્તિના ફોન, ઈન્ટરનેટ, વાન, રેડિયો, ટીવી, ફ્રિજ સાથે જોડાયેલી જાણકારી માંગવામાં આવશે. આ સિવાય લોકોને એવું પણ પૂછવામાં આવશે કે તે કયું અનાજ ખાય છે અને પીવાના પાણીનો સ્ત્રોત શું છે? લોકોએ શૌચાલય, પાણીનો નિકાસ, ન્હાવા અને રસોઈ સાથે જોડાયેલી જાણકારી પણ પૂછવામાં આવશે. લોકોને એલપીજી અથવા પીએનજી કનેક્શનની જાણકારી પણ આપવાની રહેશે.

આ પણ વાંચોઃ પુરી રથયાત્રાઃ નાસભાગની ઘટનામાં સરકારની કડક કાર્યવાહી, બે અધિકારી સસ્પેન્ડ, જિલ્લા ક્લેક્ટર-SPની બદલી

મળતી માહિતી મુજબ, લોકોને પૂછવામાં આવશે કે, તેમણે છત, દીવાલ અને જમીન પર કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. ઘરમાં કેટલા લોકો રહે છે? ઘરમાં કેટલા ઓરડા છે? ઘરમાં કેટલાં પરીણિત દંપતી છે? ઘરનો મુખિયા મહિલા છે કે પુરૂષ? 

પહેલી માર્ચ 2027 સુધી વસ્તી ગણતરીનો અંતિમ તબક્કો પૂરો થશે. સૂચના મળ્યા બાદ જ એજન્સીઓએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જોકે, કોવિડના કારણે 2011 બાદ વસ્તી ગણતરી થઈ શકી નહતી. 

Tags :