India

રેલવેએ 10 ટ્રેનનો 'સુપર ફાસ્ટ' દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન?

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવે બોર્ડે સંસદીય સમિતિની ફટકાર બાદ એક મોટો નિર્ણય લેતા 10 પ્રખ્યાત ટ્રેનો પાસેથી 'સુપરફાસ્ટ'નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. ઓડિટમાં બહાર આવ્યું છે કે, આ ટ્રેનો કાગળ પર તો સુપરફાસ્ટ હતી, પરંતુ હકીકતમાં તે રેલવેના નિર્ધારિત માપદંડ મુજબ 55 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ જાળવી શકતી ન હતી. હવે આ ટ્રેનો પાટા પર સામાન્ય 'મેલ-એક્સપ્રેસ' તરીકે દોડશે. આ ફેરફારને કારણે મુસાફરોને આર્થિક રાહત મળશે, કારણ કે સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થતા ટ્રેનના ભાડામાં 5%થી 12% સુધીનો ઘટાડો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેએ 10 ટ્રેનનો 'સુપર ફાસ્ટ' દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન?

10 Trains Fare Reduced See List Here: ભારતીય રેલવે બોર્ડે સંસદીય સમિતિની ફટકાર બાદ એક મોટો નિર્ણય લેતા 10 પ્રખ્યાત ટ્રેનો પાસેથી 'સુપરફાસ્ટ'નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. ઓડિટમાં બહાર આવ્યું છે કે, આ ટ્રેનો કાગળ પર તો સુપરફાસ્ટ હતી, પરંતુ હકીકતમાં તે રેલવેના નિર્ધારિત માપદંડ મુજબ 55 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ જાળવી શકતી ન હતી. હવે આ ટ્રેનો પાટા પર સામાન્ય 'મેલ-એક્સપ્રેસ' તરીકે દોડશે. આ ફેરફારને કારણે મુસાફરોને આર્થિક રાહત મળશે, કારણ કે સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થતા ટ્રેનના ભાડામાં 5%થી 12% સુધીનો ઘટાડો થશે.

ભાડામાં કેટલી રાહત મળશે?

સુપરફાસ્ટ સરચાર્જ હટવાને કારણે 13 એપ્રિલથી ટિકિટના દરોમાં નીચે મુજબ ઘટાડો જોવા મળશે:

જનરલ ક્લાસ: ભાડામાં 15 રૂપિયા (10-12%)નો ઘટાડો.

સ્લીપર ક્લાસ: 30 રૂપિયા (8%)નો ઘટાડો.

AC-2 અને AC-3: 45 રૂપિયા (4%)નો ઘટાડો.

AC-1: 73 રૂપિયા સુધીનો ઘટાડો.

જોકે, ભાડું ઘટવાની સાથે એક ગેરફાયદો એ પણ થશે કે આ ટ્રેનોને ટ્રેક પર મળતી પ્રાથમિકતા હવે નહીં મળે, જેના કારણે મુસાફરીના સમયમાં વધારો થઈ શકે છે.

આ ટ્રેનો હવે સુપરફાસ્ટ નહીં ગણાય

રેલવે દ્વારા જે ટ્રેનોનો દરજ્જો ઘટાડવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે નીચેની ટ્રેનો સામેલ છે.

- પ્રયાગરાજ રામબાગ - હાવડા, વિભૂતિ એક્સપ્રેસ

- હાવડા - પ્રયાગરાજ રામબાગ, વિભૂતિ એક્સપ્રેસ

- હાવડા - કાલકા, નેતાજી એક્સપ્રેસ

- કાલકા - હાવડા, નેતાજી એક્સપ્રેસ

- હાવડા - દેહરાદૂન, ઉપાસના એક્સપ્રેસ

- દેહરાદૂન - હાવડા, ઉપાસના એક્સપ્રેસ

- હાવડા - દેહરાદૂન, કુંભ એક્સપ્રેસ

- દેહરાદૂન - હાવડા, કુંભ એક્સપ્રેસ

- હાવડા - જમ્મુતવી, હિમગિરી એક્સપ્રેસ

- જમ્મુતવી - હાવડા, હિમગિરી એક્સપ્રેસ

આ પણ વાંચો: ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ

900 ટ્રેનો રડાર પર

સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી(PAC) એ રેલવે પર આરોપ લગાવ્યો હતો કે તે નિર્ધારિત ઝડપ વિના જ મુસાફરો પાસેથી સુપરફાસ્ટ સરચાર્જ વસૂલી રહી છે. આ દબાણ બાદ રેલવે બોર્ડ હવે વર્ષ 2026ના નવા ટાઈમ ટેબલ માટે અન્ય 900 ટ્રેનોના સુપરફાસ્ટ સ્ટાન્ડર્ડની સમીક્ષા કરી રહ્યું છે. જો તે ટ્રેનો પણ ઝડપના માપદંડમાં ખરી નહીં ઉતરે, તો આગામી સમયમાં વધુ ટ્રેનોના ભાડામાં ઘટાડો થઈ શકે છે.