For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રેલવેના જુનિયર ટીસીએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા

Updated: Feb 16th, 2019

રેલવેના જુનિયર ટીસીએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યાનવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના કારણે દેશભરમાં પાકિસ્તાન સામે ઉઠેલા વિરોધ વંટોળની વચ્ચે મહારાષ્ટ્રના પૂણેમાં રેલવેના એક જુનિયર ટિકિટ કલેક્ટરની પાકિસ્તાન સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી છે.

આ ઘટના સામે આવ્યા બાદ ટીસીને રેલવે દ્વારા પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.પૂણે ગ્રામ્ય પોલીસે ટીસી ઉપેન્દ્ર બહાદુર સિંહની ધરપકડ કરી છે.અહેવાલો પ્રમાણે ઉપેન્દ્રે શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા.જેના પગલે હાજર રહેલા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને પોલીસને ટીસીના કરતૂતની જાણ કરવામાં આવી હતી.

ઉપેન્દ્રની પોલીસે પૂછપરછ શરુ કરવામાં આવી છે.આ ઉપરાંત રેલવે સત્તાધીશોને આ ઘટનાની ખબર પડ્યા બાદ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે.

Gujarat