India

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઇશારે કાર્યવાહીનો આરોપ

By GS TEAM
1 Dec 20251 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી હલચલ જોવા મળી છે, જ્યાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સત્તાધારી મહાયુતિના સહયોગી પક્ષ શિવસેનાના નેતાઓના નિવાસસ્થાન અને કાર્યાલયો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શિંદેના પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર એલસીબી(LCB) અને ચૂંટણી અધિકારીઓ રેડ પાડવા પહોંચ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઇશારે કાર્યવાહીનો આરોપ

Raid on Shiv Sena Leader: મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી હલચલ જોવા મળી છે, જ્યાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સત્તાધારી મહાયુતિના સહયોગી પક્ષ શિવસેનાના નેતાઓના નિવાસસ્થાન અને કાર્યાલયો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શિંદેના પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર એલસીબી(LCB) અને ચૂંટણી અધિકારીઓ રેડ પાડવા પહોંચ્યા છે.

પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુના કાર્યાલય પર દરોડા

શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર સાંગોલા ખાતે દરોડા પાડવામાં આવ્યા, જેના કારણે મોટી હલચલ મચી ગઈ હતી. આ દરોડા દરમિયાન, એલસીબી(LCB) અને ચૂંટણી પંચની ટીમે રૅકોર્ડિંગ પણ કર્યું હતું. આ સિવાય, સાંગોલામાં આવેલા ધારાસભ્ય બાબાસાહેબ દેશમુખના પ્રચાર કાર્યાલયની પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા, 10થી વધુ ઈજાગ્રસ્ત

શહાજી બાપુનો ભાજપ પર ગંભીર આરોપ

એકનાથ શિંદે જૂથના નેતા શહાજી બાપુ પાટીલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પાલક મંત્રી જયકુમાર ગોરે અને પૂર્વ ધારાસભ્ય દીપક આબા સાળુંખેના ઇશારે કરવામાં આવી છે.' તેમણે સીધો આક્ષેપ કર્યો કે ભાજપને સાંગોલા નગર પરિષદની ચૂંટણીમાં પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને આ રાજકીય કાર્યવાહી તેનું જ પરિણામ છે.