Get The App

‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી 1 - image


Rahul Gandhi Defamation Case : કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અંગે અપમાનજનક ટીકા કરવાના કેસમાં આજે પુણેની કોર્ટમાં હાજર થયા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, વીર સાવરકર પર નિવેદન મામલે મારા જીવ પર ખતરો છે અને બે નેતાઓએ મને જાનથી મારવાની ધમકી આપી છે. આ કારણે રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ વધુ સુરક્ષા આપવાની માંગ કરી છે. વાસ્તવમાં તેમણે 2022માં વીર સાવકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે સત્યાકી સાવરકરે તેમને વિરુદ્ધ કેસ કર્યો હતો.

રાહુલ ગાંધીના જીવ પર ખતરો, કોર્ટમાં અરજી

રાહુલ ગાંધી વતી હાજર થયેલા વકીલ મિલિંદ દત્તાત્રય પવારે કોર્ટમાં લેખીત અરજી આપીને કહ્યું કે, ‘ફરિયાદી નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજ છે અમને તેમનો ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વર્તમાન રાજકીય સ્થિતિ અને કેટલાક નેતાઓના વિવાદસ્પદ નિવેદનોના કારણે રાહુલ ગાંધીના જીવ પર ગંભીર ખતરો છે.’ આ દરમિયાન રાહુલ ગાંધીએ રવનીત સિંહ બિટ્ટુ અને તરવિંદર સિંહ મારવાહના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ દલીલ બાદ કોર્ટે અરજીને ધ્યાને લીધી છે.

આ પણ વાંચો : ‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા

રવનીતે રાહુલને આતંકી કહ્યો હતો

રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં જે અરજી કરી છે, તેમાં રવનીત સિંહ બિટ્ટુ અને ભાજપ નેતા તરવિંદર સિંહ મારવાહનું છે. રવનીતે રાહુલને દેશનો નંબર એક આતંકવાદી કહ્યો હતો, જ્યારે મારવાહે ધમકી આપી કહ્યું હતું કે, રાહુલના હાલ તેમની દાદી જેવા થશે. રાહુલના વકીલે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને વધુ સુરક્ષા આપવાની કોર્ટને માંગ કરી છે.

સાવરકરના પૌત્રએ નોંધાવી હતી ફરિયાદ

વી. ડી. સાવરકરના પૌત્ર સત્યાકી સાવરકરે રાહુલ ગાંધી વિરુદ્ધ પૂણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં દાવો કર્યો છે કે, ‘રાહુલ ગાંધીએ લંડનમાં એક ભાષણ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અંગે વાંધાજનક ભાષણ આપ્યું હતું, તેમાં તેમણે કહ્યું હતું કે, સાવરકરે પોતાની પુસ્તકમાં લખ્યું છે કે, તેમણે અને તેમના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિની ધોલાઈ કરી, ત્યારે તેમને ખુશી થઈ હતી. સત્યાકીએ રાહુલના નિવેદનને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે, સાવરકરની રચનાઓમાં આવી કોઈપણ પ્રકારની ઘટનાનો ઉલ્લેખ થયો નથી.

આ પણ વાંચો : 'બિહારમાં SIR ની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી...' સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીનો દલીલો

Tags :