PM મોદીએ મહારાષ્ટ્રના દરેક વ્યક્તિ જોડે માફી માંગવી જોઈએ: શિવાજીની મૂર્તિ મામલે રાહુલ ગાંધીના આકરા પ્રહાર

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi



Shivaji Maharaj Statue Collapse: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા અંગે હજુ પણ રાજકારણ ચાલી રહ્યું છે. હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ અંગે કેન્દ્ર સરકારને ઘેર્યા છે. રાહુલ ગાંધી હાલ મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે છે. તેમણે સાંગલી જિલ્લામાં કોંગ્રેસના દિવંગત નેતા પતંગરાવ કદમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક જનસભાને સંબોધી વડાપ્રધાન મોદીને મહારાષ્ટ્રના દરેક વ્યક્તિ જોડે માફી માંગવાની માંગ પણ કરી હતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસની વિચારધારાનું ગઢઃ રાહુલ ગાંધી

રાહલુ ગાંધીએ કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર એ કોંગ્રેસની વિચારધારાનું ગઢ છે, અહીંના લોકોમાં અમારી પાર્ટીનું ડીએનએ છે. કોંગ્રેસ પાર્ટી અને અમારું ગઠબંધન સુનિશ્ચિત કરશે કે દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી થાય. હું જાણવા માંગુ છું કે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડતાં વડાપ્રધાને માફી માંગી એ પાછળ શું કારણ હતું. વડાપ્રધાને ન માત્ર શિવાજી મહારાજ, પરંતુ મહારાષ્ટ્રના દરેક વ્યક્તિથી માફી માંગવી જોઇએ.' 

આ પણ વાંચોઃહરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં બળવો: 24 જ કલાકમાં ધડાધડ 20 રાજીનામાં

પ્રતિમા બનાવવામાં ભ્રષ્ટાચાર થયો

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, 'પ્રતિમા બનાવવાનું કોન્ટ્રાક્ટ આરએસએસના લોકોને આપવામાં આવ્યું હતું. પ્રતિમા બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હતો, ચોરી થઇ, કદાચ આ માટે જ તેઓ (પીએમ મોદી) માફી માંગી રહ્યા છે. મહારાષ્ટ્રના લોકો સાથે ચોરી થઇ, તેમણે શિવાજી મહારાજની યાદમાં પ્રતિમા બનાઇ અને એ પણ ધ્યાન ન આપ્યું કે આ પ્રતિમા ઉભી રહી શકે.'

આ પણ વાંચોઃ હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં દંગલ: રડવા લાગ્યા પૂર્વ મંત્રી, ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ

મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ એક ભાવનાત્મક પાસું

મહારાષ્ટ્રના રાજકારણ અને સમાજમાં શિવાજી મહારાજ એક ભાવનાત્મક પાસું છે. કોઈ પણ દળ કે નેતા તેમના સન્માનની સાથે જ રાજકારણ કરી શકે છે. દરમિયાન તેમની પ્રતિમા ધરાશાયી થવી એક સંવેદનશીલ મુદ્દો છે. જો ચૂંટણી સુધી આ મુદ્દો ખેંચાયો તો પછી એનડીએ ગઠબંધનને તેનું નુકસાન થઈ શકે છે.


Google NewsGoogle News