હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં દંગલ: રડવા લાગ્યા પૂર્વ મંત્રી, ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં દંગલ: રડવા લાગ્યા પૂર્વ મંત્રી, ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરૂ 1 - image
                                                                                                                                                                                                    Image: IANS

Haryana BJP Candidate list: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરતાની સાથે જ ભાજપમાં વિખવાદ શરૂ થઈ ગયો છે. જાહેરાત બાદ ધડાધડ પાંચ નેતાઓએ રાજીનામાં આપી દીધા છે. વળી, અમુક નેતા ટિકિટ ન મળવાના કારણે પોતાના સમર્થકોની સાથે બેઠક કરીને આગળની વ્યૂહનીતિ ઘડી રહ્યાં છે. પૂર્વ કેબિનેટ મંત્રી કવિતા જૈને રડતાં-રડતાં કાર્યકર્તાઓ સાથે વાત કરી અને પાર્ટીને ટિકિટ બદલાવાની ચેતવણી પણ આપી છે.

આ ભાજપ નેતાઓએ આપ્યા રાજીનામાં

  • ઈન્દ્રી વિધાનસભા બેઠક પરથી ભાજપે રામ કુમાર કશ્યપને મેદાને ઉતાર્યા છે. જેનાથી નારાજ થઈને હરિયાણા ભાજપ ઓબીસી મારચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે પણ રાજીનામું આપી દીધું છે. કંબોજે આરોપ લગાવ્યો કે, પાર્ટી ગદ્દારોને પ્રાધાન્ય આપે છે.
  • રતિયા વિધાનસભા બેઠક પરથી ભાજપે પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને ટિકિટ આપી છે. જેના પર ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ નારાજગી વ્યક્ત કરતાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા નાપા કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો પણ ચાલી રહી છે.
  • બવાની ખેડા વિધાનસભા બેઠક પરથી કપૂર વાલ્મિકીને ટિકિટ આપવામાં આવી છે. જેનાથી નારાજ સુખવિંદર શ્યોરાણે કિસાન મોરચાના અધ્યક્ષ પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 
  • ઉકલાના વિધાનસભા બેઠક પરથી ભાજપે અનૂપ ધાનકને મેદાને ઉતાર્યા છે. પાર્ટી પર ટિકિટની ખોટી વહેંચણીનો આરોપ લગાવતા દિગ્ગજ નેતા શમશેર ગિલે પણ પાર્ટીના સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે.
  • સોનીપત વિધાનસભા બેઠક પરથી ભાજપના નિખિલ મદાનને ટિકિટ આપવામાં આવી છે. જેનાથી નારાજ થઈને સોનીપતથી ભાજપ યુવા પ્રદેશ કારોબારી સભ્ય તેમજ વિધાનસભા ચૂંટણી પ્રભારી અમિત જૈને પણ રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન મુદ્દે ચુકાદો સુરક્ષિત રાખ્યો, જાણો ક્યારે આવશે નિર્ણય

નારાજગી બાદ શરૂ થઈ ગઈ બેઠકો

ભાજપની પહેલી યાદી બાદ અત્યાર સુધી ઘણાં મોટા રાજીનામાં પડી ચુક્યા છે. વળી, બીજી બાજુ ટિકિટ ન મળવાના કારણે નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી કવિતા જૈન અને હરિયાણા મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રાજીવ જૈને પણ કાર્યકર્તાઓની બેઠક બોલાવી છે. બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ ખટ્ટર અને ઉમેદવાર નિખિલ મદાનની સામે નારાબાજી કરવામાં આવી હતી. કવિતા જૈને રડતાં-રડતાં કાર્યકર્તાઓ સાથે વાત કરી અને પાર્ટી પાસે ટિકિટ બદલવાની માંગ કરી. 8 સપ્ટેમ્બરે કવિતા જૈને ફરી કાર્યકર્તાઓની બેઠક યોજી છે. 

આ સાથે જ, રાનિયા બેઠક પરથી રણજીત સિંહ ચૌટાલાની બદલે શીશપાલ કંબોજને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ કપાયા બાદ રણજીત સિંહે પણ પોતાના આવાસ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


Google NewsGoogle News