હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં બળવો: 24 જ કલાકમાં ધડાધડ 20 રાજીનામાં

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
BJP


BJP Leaders Leave Party After Candidates List For Haryana: ભાજપે બુધવારે હરિયાણાની 90 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે 67 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પરંતુ આ યાદી જાહેર થયા બાદ ભાજપને તેના નેતાઓની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો છે. ઘણા નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. કેટલાકે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉર્જા મંત્રી રણજીત સિંહ ચૌટાલા અને ધારાસભ્ય લક્ષ્મણ દાસ નાપા સહિત ઘણા નેતાઓએ ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરીને પક્ષ છોડવાની જાહેરાત કરી છે. જુઓ અત્યાર સુધી કયા નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.

લક્ષ્મણ નાપા: રતિયાના ધારાસભ્યએ ટિકિટ ન મળવાના કારણે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. સિરસાના પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને રતિયાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કરણ દેવ કંબોજઃ હરિયાણા ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ઈન્દ્રીને વિધાનસભા બેઠક માટે ટિકિટ ન મળતાં પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.

વિકાસ ઉર્ફે બલેઃ દાદરી કિસાન મોરચાના જિલ્લા અધ્યક્ષે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં દંગલ: રડવા લાગ્યા પૂર્વ મંત્રી, પાંચ નેતાઓના રાજીનામાં

અમિત જૈન: ભાજપ યુવા પ્રદેશ કાર્યકારિણીના સભ્ય અને સોનીપત વિધાનસભા ચૂંટણીના પ્રભારીએ રાજીનામું આપ્યું છે.

શમશેર ગિલ: ભાજપના નેતાએ ઉકલાના બેઠક માટે રાજીનામું મોકલ્યું હતું, જ્યારે પક્ષએ આ બેઠક માટે પૂર્વ મંત્રી અનુપ ધાનકની પસંદગી કરી હતી.

સુખવિંદર મંડીઃ હરિયાણા ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

દર્શન ગિરી મહારાજઃ હિસારના ભાજપ નેતાએ પણ રાજીનામું આપ્યું.

સીમા ગેબીપુરઃ ભાજપના વરિષ્ઠ નેતાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

આદિત્ય ચૌટાલાઃ HSAM બોર્ડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. ચૌટાલાએ 2014માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

આશુ શેરાઃ પાણીપતમાં ભાજપ મહિલા પાંખના જિલ્લા અધ્યક્ષે રાજીનામું આપ્યું છે, ટિકિટ કેન્સલ થવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

સવિતા જિંદાલ: ભાજપમાંથી રાજીનામું આપ્યું અને હિસારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી.

તરુણ જૈનઃ હિસારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નવીન ગોયલે ગુડગાંવમાં ભાજપમાંથી રાજીનામું આપ્યું.

ડો. સતીશ ખોલાઃ રેવાડીથી ટિકિટની માંગણી કરી હતી. પક્ષમાંથી રાજીનામું આપ્યું.

ઈન્દુ વલેચાઃ ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ અને પૂર્વ કાઉન્સિલર સંજીવ વાલેચાના પત્ની ઈન્દુ વાલેચાએ પણ પક્ષ છોડી, તેમના પતિએ પણ ભાજપ છોડી દીધું. બચનસિંહ આર્યએ ભાજપ છોડી દીધું છે.

રણજિત ચૌટાલા: મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. પૂર્વ મંત્રી બિશમ્બર વાલ્મિકીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.

પંડિત જીએલ શર્મા: ભાજપમાંથી રાજીનામું આપીને દુષ્યંત ચૌટાલાના ઘરે ગયા હતા. પ્રદેશ ઉપાધ્યક્ષ 8 સપ્ટેમ્બરે તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

પ્રશાંત સન્ની યાદવઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. રેવાડીથી ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા રાજીનામું આપી દીધું હતું. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા છે. 


હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં બળવો: 24 જ કલાકમાં ધડાધડ 20 રાજીનામાં 2 - image


Google NewsGoogle News