'રાહુલ ગાંધીએ આગળ આવવું જોઈએ', સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર કોંગ્રેસને ઉદ્ધવ ઠાકરેની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Fast : શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વિરૂદ્ધ કોકરૉચ જનતા પાર્ટી (CJP) અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકના આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. સોમવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ પોતાના પક્ષીય હિતોથી ઉપર ઉઠીને આ આંદોલનની સાથે ઊભા રહેવું જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ આંદોલનને આગળ આવીને સમર્થન આપવું જોઈએ. આ સાથે જ તેમણે વાંગચુકને આમરણાંત ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરતાં કહ્યું કે, તેમનું જીવન ખૂબ કિંમતી છે. નવી દિલ્હીના જંતર-મંતર પર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ વિરૂદ્ધ CJPનું ધરણા પ્રદર્શન છેલ્લા 24 દિવસથી સતત ચાલી રહ્યું છે.
શું છે આંદોલનની માંગણીઓ?
આ આંદોલનકારીઓની માંગ છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે. આ ઉપરાંત, આ વર્ષે મે મહિનામાં યોજાયેલી NEET પરીક્ષાના પેપર લીક થયા બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ (1-1 કરોડ રૂપિયા)નું વળતર આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન 20 જુનથી શરૂ થયું હતું, જેમાં શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 28 જુનના રોજ જોડાયા હતા, અને ત્યારથી તેઓ અચોક્કસમુદતની ભૂખ હડતાલ પર છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, ઉપવાસના કારણે વાંગચુકનું બ્લડ પ્રેશર ઘટી ગયું છે, અને તેમનું વજન 7.8 કિલોગ્રામ જેટલું ઓછું થઈ ગયું છે.

20 જુલાઈના રોજ સંસદ માર્ચની જાહેરાત
આંદોલનકારીઓએ સંસદના મોનસૂન સત્રના પ્રથમ દિવસે એટલે કે 20 જુલાઈના રોજ સંસદ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, 20 જુલાઈના રોજ, જ્યારે આ માર્ચ નીકળશે, ત્યારે શિવસેના (UBT) પણ મહારાષ્ટ્રમાં પ્રદર્શન કરીને આ આંદોલનને સમર્થન આપશે, અને સંસદ સત્ર દરમિયાન પણ તેમના સાંસદો આ મુદ્દો ઉઠાવશે. તેમણે વધુમાં માહિતી આપી કે 18 જુલાઈના રોજ તેઓ નાગપુર જશે, જ્યાં અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની કથિત ગેરરીતિઓના વિરોધમાં શરૂ કરાયેલા 'રામ રક્ષા' આંદોલનમાં ભાગ લેશે.









