For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાહુલ ગાંધીએ રેપ પીડિતાના માતા-પિતાનો ફોટો શેર કર્યો, પોક્સો એક્ટના ઉલ્લંઘન બદલ કાર્યવાહીની માંગ

- NCPCR દ્વારા ટ્વિટર ઇન્ડિયાને નોટિસ મોકલીને કાર્યવાહી કરવા કહ્યું

Updated: Aug 4th, 2021

રાહુલ ગાંધીએ રેપ પીડિતાના માતા-પિતાનો ફોટો શેર કર્યો, પોક્સો એક્ટના ઉલ્લંઘન બદલ કાર્યવાહીની માંગ

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2021, બુધવાર

રાષ્ટ્રીય બાળ ધિકારી સંરક્ષણ આયોગ (NCPCR)એ  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ પર કાર્યવાહીની માંગ કરી છે. આ માટે તેમણે ટ્વિટર ઇન્ડિયાને નોટીસ આપી છે. રાહુલ ગાંધીએ દિલ્હીની નવ સાલની દુષ્કર્મ પીડિતા કે જેનું મોત થયું છે તેના માતા પિતા સાથેનો ફોટો શેર કર્યો છે. NCPCR દ્વારા કહેવાયું છે કે પીડિત બાળકીના માતા પિતાનો ફોટો ટ્વિટર પર શેર કરીને તેમની ઓળખ જાહેર કરીને પોક્સો એક્ટનું ઉલ્લંઘન કર્યુ છે. માટે NCPCRએ દ્વારા રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ પર કાર્યવાહી કરવાની અને આ પોસ્ટ દૂર કરવાની માંગ કરવમાં આવી છે. આ જાણકારી એનસીપીસીઆરના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ આપી છે.

પ્રિયંક કાનૂનગોએ ટ્વિટ કરીને કહ્યું કે, એક પીડિત બાળકીના માતા પિતાની ફોટો ટ્વિટ કરીને તેમની ઓળખ જાહેર કરીને પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ એનસીપીસીઆર દ્વારા ટ્વિટર ઇન્ડિયાને નોટિસ આપવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ સામે કાર્યવાહી કરવાની અને પોસ્ટ દૂર કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ બુધવારે પીડિત બાળકીના પરિવારની મુલાકાત કરીને ન્યાયની માંગ કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર ફોટો શેર કર્યો હતો. જેમાં પીડિતાના માતા-પિતાનો ચહેરો દેખાઇ રહ્યો છે. આ તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ રાહુલ ગાંધી પર પોક્સો એક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. સંબિત પાત્રાએ પણ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ પાસે આ મામલે કાર્યવાહીની માંગ કરી છે. સંબિત પાત્રાએ કહ્યું કે તેઓ પોતાના રાજનૈતિક એજન્ડા માટે દલિતો અને ગરીબોનો ઉપયોગ કરે છે.

Gujarat