For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખાતામાં ખટાખટ આવશે એક લાખ રૂપિયા, એક ઝટકામાં હટાવી દઇશું ગરીબી: રાહુલ ગાંધીનો વાયદો

Updated: Apr 11th, 2024

ખાતામાં ખટાખટ આવશે એક લાખ રૂપિયા, એક ઝટકામાં હટાવી દઇશું ગરીબી: રાહુલ ગાંધીનો વાયદો

Lok Sabha Elections 2024: રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 12 બેઠક પર ચૂંટણી યોજાશે. અહીં બિકાનેર લોકસભા બેઠક પર કોંગ્રેસે ગોવિંદ રામ મેઘવાલને મેદાનમાં ઉતાર્યા છે. તેમના સમર્થનમાં આજે (ગુરુવાર) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા યોજી હતી. સભાને સંબોધતા તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસને જનતાને આપેલા વચનો પણ યાદ કરાવ્યા. પોતાના ભાષણમાં ગરીબ પરિવારોને દર મહિને 8500 રૂપિયા આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'દેશમાંથી ગરીબી દૂર કરવાનું કામ કરશે.'

સરકારમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરશે

સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે.  કેન્દ્રની મોદી સરકારે મોટા ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. અમે ખેડૂતોની લોન માફ કરીશું. મોદી સરકારે અબજોપતિઓને જેટલી રકમ આપી હતી તેટલી જ રકમ અમે ગરીબોને આપીશું.'

અગ્નિવીરને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, 'દરેક રાજ્યના યુવાનો સેનામાં જોડાય છે પરંતુ મોદીએ અગ્નિવીર યોજના લાગુ કરીને યુવાનોનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. સેના ઇચ્છતી ન હતી કે અગ્નવીર યોજના લાગુ કરવામાં આવે પરંતુ પીએમએ આ યોજનાને તેમના કાર્યાલયમાંથી લાગુ કરી. પહેલા આર્મી સૈનિકોને ગેરંટી આપતી હતી કે જો તમને કંઈ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે. જો શહીદ થયો તો તેને શહીદનો દરજ્જો, પેન્શન, તેના પરિવારના સભ્યોને પેન્શન અને કેન્ટીનની સુવિધા આપવામાં આવી, પરંતુ અગ્નિવીરે આ બધું ખતમ કરી દીધું. જો કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ આ યોજના બંધ કરીશું.'

જાતિની વસ્તી ગણતરી એ પ્રથમ કાર્ય હશે

આ જાહેર સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અત્યાર સુધી લોકોને ખબર નથી કે દેશમાં પછાત લોકો, દલિત, આદિવાસીઓ, મુસ્લિમો અને ગરીબોની વસ્તી કેટલી છે. કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ પ્રથમ જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જેથી જાણી શકાય કે દેશમાં કોની વસ્તી કેટલી છે. દેશની કેટલી સંપત્તિ કયા લોકોના હાથમાં છે તે જાણીશું. જાતિની વસ્તી ગણતરી દેશમાં દલિતો, પછાત લોકો અને ગરીબોની ભાગીદારી વિશે બધું જ જાહેર કરશે.'

Gujarat