India

56 વર્ષની ઉંમરે પણ ફિટ છે રાહુલ ગાંધી, જુઓ Gen-Zને ફિટનેસ અંગે શું આપી સલાહ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 56 વર્ષની વયે પણ પોતાની ફિટનેસથી યુવાનોને પ્રેરણા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફિટનેસ સિક્રેટ્સ શેર કરતા જણાવ્યું કે, નિયમિતતા જ મુખ્ય છે. તેઓ માર્શલ આર્ટ્સ, સ્વિમિંગ, રનિંગ અને યોગ કરે છે. વ્યસ્તતા વચ્ચે પણ દરરોજ 1 કલાક સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે, જરૂર પડે તો રાત્રે 11 વાગ્યે પણ કસરત કરે છે. તેમણે યુવાનોને હેલ્ધી ડાયટ અને આલ્કોહોલ મર્યાદિત રાખવાની સલાહ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

56 વર્ષની ઉંમરે પણ ફિટ છે રાહુલ ગાંધી, જુઓ Gen-Zને ફિટનેસ અંગે શું આપી સલાહ
AI તસવીર

Rahul Gandhi's Fitness Advice to Gen Z: આજના ભાગદોડ ભરેલા જીવનમાં ફિટ રહેવું એ મોટો પડકાર છે. ખાસ કરીને વ્યસ્ત દિનચર્યા ધરાવતા રાજકારણીઓ માટે સ્વાસ્થ્ય જાળવવું મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ, કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ 56 વર્ષની વયે પણ પોતાની ફિટનેસથી સૌને ચોંકાવી દીધા છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફિટનેસ સિક્રેટ્સ શેર કર્યા છે, જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

રાહુલ ગાંધીનું ફિટનેસ રૂટિન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ 'આસ્ક મી એનીથિંગ' (AMA) સેશન દરમિયાન પોતાના ફિટનેસ રૂટિન વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે-

ફિટનેસ માટે કોઈ એક ચોક્કસ કસરત કે રૂટિન મહત્ત્વનું નથી, પરંતુ તેમાં સૌથી મોટું રહસ્ય નિયમિતતા છે. ફિટનેસ માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે કયું રૂટિન અનુસરો છો, તેના કરતાં તે કેટલું નિયમિત છે અને તમે તેને સતત જાળવી રાખો છો. હું મારી દિનચર્યામાં માર્શલ આર્ટ્સ, સ્વિમિંગ અને રનિંગ વગેરે કરું છું. આ ઉપરાંત યોગ પણ હવે મારી દિનચર્યાનું એક અવિભાજ્ય અંગ છે.

રાત્રે 11 વાગ્યે પણ કરે છે કસરત

રાહુલ ગાંધી તેમના અત્યંત વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ ફિટનેસ સાથે કોઈ બાંધછોડ નથી કરતા આ અંગે તેમણે જણાવ્યું કે ‘હું દરરોજ આશરે 1 કલાક સ્ટ્રેન્થ ટ્રેનિંગ, એરોબિક્સ અને સ્ટ્રેચિંગ કરું છું. આ કંઈ ફ્રી સમયમાં કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ સમય કાઢવો પડે છે. જો મારે રાત્રે 11 વાગ્યે કસરત કરવી પડે, તો હું રાત્રે 11 વાગ્યે પણ કરું છું.’

Gen Z માટે ખાસ સલાહ

યુવા પેઢીને ફિટનેસ અંગે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે ‘માત્ર કસરત કરવાથી બિન આરોગ્યપ્રદ ટેવો સુધરી જતી નથી. હકીકતમાં ફિટનેસ એ નિયમિત વર્કઆઉટ અને હેલ્ધી ડાયટ ઉત્તમ સંતુલન છે. મારી યુવાનોને સલાહ છે કે, ‘હેલ્ધી ફૂડ ખાઓ, વારંવાર કંઈક ખાવાની આદત ટાળો અને આલ્કોહોલનું સેવન મર્યાદિત રાખો. મારા મતે, ફિટનેસ એ કોઈ જટિલ બાબત નથી, પરંતુ જીવનશૈલીમાં યોગ્ય સંતુલન લાવવાની કળા છે.