For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભા ચૂંટણી વચ્ચે CM કેજરીવાલને મળવા પહોંચ્યા રાઘવ ચડ્ઢા, ઘણા સમયથી લંડનમાં ચાલી રહી હતી સારવાર

Updated: May 18th, 2024

લોકસભા ચૂંટણી વચ્ચે CM કેજરીવાલને મળવા પહોંચ્યા રાઘવ ચડ્ઢા, ઘણા સમયથી લંડનમાં ચાલી રહી હતી સારવાર


Image: Facebook

Raghav Chadha: અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી ગાયબ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢા પાછા દિલ્હી આવી ગયા છે. દિલ્હી પરત ફરતા જ તે શનિવારે સીએમ આવાસ પહોંચ્યા અને કેજરીવાલ સાથે મુલાકાત કરી. રાઘવ ચડ્ઢા લાંબા સમયથી વિદેશમાં હતા જ્યાં તેમની આંખોની સારવાર ચાલી રહી હતી. થોડા સમય પહેલા જ આપ નેતા સૌરભ ભારદ્વાજે તેમના વિશે જાણકારી આપતા કહ્યું કે રાઘવ ચડ્ઢાની આંખોમાં કંઈક સમસ્યા થઈ ગઈ હતી. આ સમસ્યા એટલી ગંભીર હતી કે તેમની આંખોની રોશની પણ જવાની હતી. તેમની યુકેમાં સારવાર ચાલી રહી છે. સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે રાઘવ ચડ્ઢાની બ્રિટનમાં આંખની મોટી સર્જરી થઈ છે અને સ્વસ્થ થયા બાદ તેઓ લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરવા માટે આવશે.

હવે રાઘવ ચડ્ઢા યુકેથી પાછા આવી ગયા છે અને આવતા જ તેમણે સીએમ આવાસ જઈને કેજરીવાલ સાથે મુલાકાત કરી. તેમણે એવા સમયે મુલાકાત કરી છે જ્યારે સ્વાતિ માલીવાલના આરોપોથી રાજકારણ ગરમાયું છે. એક તરફ સ્વાતિએ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર તેમની પર હુમલો કરવાના આરોપ લગાવ્યા છે તો આપ પણ અલગ-અલગ વીડિયો સામે લાવીને તેમના આરોપોને ખોટા ગણાવી રહ્યું છે. પોલીસ પણ મામલાની તપાસ કરી રહ્યું છે.

Gujarat