INS વિક્રાંત પર રાફેલ-Mનું ઐતિહાસિક લેન્ડિંગ: પહેલી જ ટ્રાયલમાં મેળવી અદ્ભુત સફળતા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

French Navy Rafale M Fighter Jet First Successful Landing: રાફેલ મરીન ફાઇટર જેટે 29 ઓક્ટોબરે ભારતીય નૌસેનાના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર પ્રથમ પ્રયાસમાં જ સફળ લેન્ડિંગ કર્યું છે. આ ફ્રેન્ચ નેવીનું રાફેલ મરીન ફાઇટર પ્લેન હતું, જેને ફ્રેન્ચ પાઇલટ જ ઉડાવી રહ્યા હતા. આ ટ્રાયલ્સ સાથે જ ભારતીય નૌસેનામાં રાફેલ મરીન એરક્રાફ્ટને ઓપરેશનલ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ભારતને હજુ સુધી રાફેલ મરીન મળ્યું નથી.
રાફેલ-M નો આ ટ્રાયલ કેમ મહત્વપૂર્ણ છે?
સમુદ્રમાં યુદ્ધ જહાજ પરથી ફાઇટર પ્લેન ટેક-ઓફ કરાવવું અને તેના પર લેન્ડિંગ કરાવવું, સામાન્ય પ્લેન ઉડાડવા કરતાં ખૂબ અલગ હોય છે. રાફેલ મરીનના કિસ્સામાં ખરો પડકાર એ જ હતો કે, ફ્રાન્સ માટે તૈયાર કરાયેલા આ વિમાનને ભારતીય યુદ્ધ જહાજની ટેકનોલોજી સાથે અનુકૂળ બનાવી શકાય છે કે નહીં.
જહાજ પરથી ફાઇટર પ્લેન ઉડાડવા 2 ટેકનોલોજીનો ઉપયોગ
CATOBAR ટેકનોલોજી: આમાં વિમાનને ઉડાન ભરવા માટે કેટાપલ્ટ એટલે કે એક શક્તિશાળી લોન્ચ સિસ્ટમની મદદ મળે છે, જે વિમાનને ઓછી અંતરમાં જરૂરી સ્પીડ મેળવવામાં મદદ કરે છે. ફ્રાન્સનું 'ચાર્લ્સ ડી ગોલ' યુદ્ધ જહાજ આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
STOBAR ટેકનોલોજી: આમાં કેટાપલ્ટ હોતું નથી. ફાઇટર પ્લેન જહાજ પર બનેલા સ્કી-જમ્પ (રસ્તો ઉપરની તરફ ઢળતો હોય તેવા રેમ્પ) પરથી ઉડાન ભરે છે. ભારતનું INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય આ જ સિસ્ટમ પર કામ કરે છે.




