તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી
PNB Bank KYC 2025 Process : જો તમારું એકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંક (PNB)માં હોય તો જલ્દીથી KYC કરાવી લેશો. જો આમ કરવામાં નહી આવે તો ખાતામાં લેવડ - દેવડ કરવામાં મુશ્કેલી આવી શકે છે. બેંકે એકાઉન્ટ હોલ્ડર્સને 8 ઓગસ્ટ સુધીમાં KYC કરાવી લેવા કહ્યું છે.
આ પણ વાંચો: ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક
8 ઓગ્સટ સુધીમાં PNB ના ગ્રાહકોએ KYC કરાવવાની સૂચના
પંજાબ નેશનલ બેંકના જણાવ્યા પ્રમાણે એકાઉન્ટ હોલ્ડર્સ કે જેમણે 30 જૂન સુધીમાં તેમની KYC અપડેટ કરાવી નથી, તેમણે KYC અપડેટ કરાવવાની રહેશે. હાલમાં બેંક આવા ગ્રાહકોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. આ સિવાય બેંક દ્વારા માઈક્રો બ્લોગિંગ સાઈટ X પર પણ તેની સૂચના આપવામાં આવી છે. એ પ્રમાણે આગામી 8 ઓગ્સટ સુધીમાં PNB ના દરેક ગ્રાહકોએ KYC અપડેટ કરાવી લેવા કહ્યું છે.
આ પણ વાંચો: ધરતી પર સૌથી પહેલા સમુદ્રમાંથી જમીન બહાર નીકળી હતી, જાણો કઈ છે જગ્યા
કેવી રીતે ચેક કરશો, KYC થઈ છે કે નહીં
તમારા એકાઉન્ટની KYC થઈ છે કે નહીં તેના માટે તમારે કસ્ટમર કેરમાં ફોન કરવાનો રહેશે. ગ્રાહક કસ્ટમર કેર નંબર 1800 1800 અથવા 1800 2021 પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકે છે. આ બંને નંબર ટોલ ફ્રી છે.