ધરતી પર સૌથી પહેલા સમુદ્રમાંથી જમીન બહાર નીકળી હતી, જાણો કઈ છે જગ્યા
Images Sourse: Freepik |
First Land To Emerge On Earth: એક સમય એવો હતો કે, આખી પૃથ્વી પર ફક્ત પાણી જ હતું, ચોતરફ મહાસાગરો ફેલાયેલા હતા અને ક્યાંય પણ જમીનનું નામોનિશાન ન હતું. પરંતુ પછી ધીમે ધીમે કેટલાક ભાગોમાં આ મહાસાગરોમાંથી જમીન બહાર નીકળવા લાગી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ સંશોધનમાં શોધી કાઢ્યું છે કે, દરિયામાંથી બહાર આવેલી પહેલી જમીન ભારતમાં આવેલી છે.
પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ કેટલીક મહત્ત્વપૂર્ણ શોધ કરી છે, જેમાની પહેલી શોધ એ હતી કે, પૃથ્વી પર મહાદ્વીપ દરિયામાંથી બહાર આવવાની પહેલી ઘટના 70 કરોડ વર્ષ પહેલાં બની હતી. બીજી શોધ અંદાજે 3.2 અરબ વર્ષ પહેલાં દરિયામાંથી બહાર આવેલી પહેલી જમીન ભારતમાં હતી. આ રિસર્ચમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વૈજ્ઞાનિકો સામેલ હતા. ત્યારે જણાવીએ કે આ સ્થળ કયું છે જ્યાંથી પહેલી વખત જમીન પાણીમાંથી બહાર આવી હતી.
પાણીમાંથી બહાર આવેલો પહેલો બીચ ઝારખંડ છે
પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના રિસર્ચ અનુંસાર, દરિયામાંથી બહાર આવેલો દુનિયાનો પહેલો બીચ ઝારખંડના સિંઘભૂમ જિલ્લામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક પ્રિયદર્શી ચૌધરીએ ભારતમાં સિંઘભૂમ ક્રેટોન નામના વિસ્તારના ખૂબ જ જૂના ખડકોની ઊડાણ પૂર્વક તપાસ કરી હતી. આ વિસ્તારને પૃથ્વીના સ્થિર ભૂમિગત ભાગ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક પ્રિયદર્શી ચૌધરીએ 3.2 અરબ વર્ષ જૂના ખડકોમાં હાજર ઝીરકોન નામના કણોની રાસાયણિક બનાવટનું એનાલિસિસ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, આ કણો નદીઓ અને સમુદ્રો સાથે જોડાયેલા વાતાવરણમાં બન્યા હતા, એટલે કે તે સમયે જમીન સમુદ્રની ઉપર હતી. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે સિંહભૂમ વિસ્તાર લગભગ 3.3થી 3.2 અરબ વર્ષ પહેલાં સમુદ્રની સપાટીથી ઉપર આવ્યો હતો અને તે પૃથ્વીના સૌથી જૂના બીચ હોઈ શકે છે.
પહેલા મહાદ્વીપનું નિર્માણ કેવી રીતે થયું?
રિસર્ચ અનુસાર, સિંહભૂમ વિસ્તારમાં રેતીના પત્થરો મળી આવ્યા છે જેમાં 3.2 અબજ વર્ષ જૂના દરિયાકિનારાના નિશાન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્લેટ ટેક્ટોનિક (જમીન પ્લેટોની હિલચાલ) દ્વારા મહાદ્વીપનું નિર્માણ થયું હતું, પરંતુ આ નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, પૃથ્વીની અંદરથી આવતા મેગ્મા (પીગળેલા ગરમ લાવા)એ પહેલા મહાદ્વીપની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.