ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક
Aadhaar card verification: ડિજિટલ યુગમાં લેવડ દેવડ દરમિયાન આપવામાં આવતી ઓળખમાં છેતરપિંડીનું જોખમ વધી રહ્યું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ મહત્ત્વનો પૂરાવો ગણવામાં આવે છે પરંતુ તેના થકી છેતરપિંડી વધી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને UIDAI એ તેની સિક્યુરિટીમાં મોટો સુધારો કર્યો છે. હવે દરેક આધાર કાર્ડમાં QR કોડ હશે, પછી ભલે તે e-Aadhaar, M-Aadhar અથવા PVC હોય. આ QR કોડ દ્વારા નકલી અને છેડછાડ કરવામાં આવેલા કાર્ડને સરળતાથી ઓળખી શકાશે.
આ રીતે રાખો સુરક્ષિત
આધાર કાર્ડમાં આપવામાં આ QR કોડ અને એપની મદદથી તમે પોતે જ છેતરપિંડીથી બચી શકશો અને દરેક નાગરિક માટે સૌથી સરળ અને સુરક્ષિત વેરિફિકેશન છે.
શું છે આ સિક્યોર QR કોડ અને કેવી રીતે કામ કરે છે
આ એક ખાસ પ્રકારનો QR કોડ છે, જે UIDAI દ્વારા ડિજિટલ સિગ્નેચર સાથે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલની માહિતી સામેલ છે. આ QR કોડ આધાર કાર્ડ જનરેટ કરતી વખતે જ એમ્બેડ કરવામાં આવે છે, જેમાં UIDAI ના 2048-બીટ ડિજિટલ સિગ્નેચર હોય છે, જે તેની authenticity સુનિશ્ચિત કરે છે.
કેવી રીતે છે સુરક્ષિત
કોઈ પણ QR કોડ ખોટો Aadhaar પર નાખીને ઓળખ છુપાવી શકે છે, પરંતુ ડિજિટલ સિગ્નેચર મેચ નહીં થાય, જેથી સ્ક્રેન કરશો ત્યારે 'QR Code Not Verified'નો મેસેજ આવી જશે.
Aadhaar QR સ્કેનર એપને કેવી રીતે ઉપયોગ કરશો
તેના માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં Aadhaar QR સ્કેનર એપ ડાઉનલોડ કરો. એન્ડ્રોઇડ અથવા iOS પર 'Aadhaar QR Scanner' અથવા “mAadhaar” એપ ડાઉનલોડ કરો. એપ ઓપન કરીને સ્કેનિંગ માટેનું ઓપ્શન પસંદ કરો. કેમેરા અથવા સ્કેનરથી કાર્ડનો QR કોડ સ્કેન કરો. જો વેરિફિકેશન પાસ થાય, તો નામ, જન્મ તારીખ, ફોટો વગેરે સ્ક્રીન પર વેરિફાઇડ ફોર્મેટમાં દેખાશે. જો તે પાસ નહીં થાય, તો તે નકલી અથવા ફેરફાર કરવામાં આવેલો QR હોઈ શકે છે. જ્યાં 'QR Code not verified' મેસેજ જોવા મળશે.
આ પણ વાંચો: ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક
કેમ જરુરી છે અસલી અને નકલી આધાર કાર્ડની ઓળખ
બેંકો, મોબાઈલ કંપનીઓ, નોકરી માટે તેમજ વિવિધ જગ્યાએ લેવડ દેવડમાં OTP અથવા ઈન્ટરનેટ વિના ઓળખ સંભવ છે. નકલી કાર્ડ સમયસર પકડી શકાય છે, જે સિમ કાર્ડ ફ્રોડ, બેંક છેતરપિંડી, ઓળખ ચોરી જેવા કિસ્સાઓમાં ખૂબ જ ઉપયોગી છે.