પંજાબના શિક્ષણ મંત્રી હવે ગુરુદ્વારામાં જૂતા સાફ કરશે, અકાલ તખ્તે 'તન્ખૈયા' જાહેર કર્યા
Punjab Education Minister : શીખોની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત સાહિબે આજે પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સને ધાર્મિક સજા ફટકારી છે. ગુરુ તેગ બહાદુર જીના 350માં શહીદી દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત રાજ્ય સ્તરના કાર્યક્રમમાં શીખ પરંપરા વિરુદ્ધ પ્રવૃત્તિઓ પર નારાજગી બાદ આ સજાની જાહેરાત કરવામાં આવી હતી.
'ગુરુદ્વારા સુધી ચાલતાં જશે અને રસ્તો સાફ કરાવશે'
શ્રી અકાલ તખ્ત સાહિબ સમક્ષ હાજર થયેલા મંત્રી બેન્સને સજા ફટકારી કે, તેઓ હવે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલથી ગુરુના મહેલ સુધી ચાલતા જશે અને ત્યા જઈ સ્થળની સફાઈ કરાવશે. એ પછી તેઓ ગુરુદ્વારા કોઠા સાહિબ પહોંચતા પહેલા 100 મીટર નીચે ઉતરશે. અહીંથી ગુરુદ્વારા સુધી ચાલતાં જશે અને રસ્તો સાફ કરાવશે.
'100 મીટર નીચે ઉતરશે અને રસ્તાઓનું રિપેરિંગ કરાવશે'
એ પછી, તેઓ ગુરુદ્વારા પાતશાહી બાબા બકાલા સાહિબ પહોંચતા પહેલા 100 મીટર નીચે ઉતરશે અને રસ્તાઓનું રિપેરિંગ કરાવશે. હરજોત સિંહે દિલ્હીના ગુરુદ્વારા શીશગંજ સાહિબ અને શ્રી આનંદપુર સાહિબમાં ગુરુદ્વારા શીશગંજ સાહિબ જવું પડશે.
'બે દિવસ સુધી પગરખાં ઘરમાં સેવા આપશે અને જૂતા સાફ કરશે'
'બંને જગ્યાએ નતમસ્તક થઈને બે દિવસ સુધી જૂતા ઘરમાં સેવા આપશે અને જૂતા સાફ કરશે. આ સાથે તેઓ 1100 રૂપિયાનો પ્રસાદ આપીને અરદાસ કરાવશે.' નોંધનીય છે કે, આ દરેક ગુરુદ્વારા શ્રી ગુરુ તેગ બહાદુર જી સાથે સંબંધિત છે. શીખ ઇતિહાસનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂદ મંત્રી બેન્સ પોતે હાજર હતા.
ભૂલ થઈ ગઈ છે, હું સજા સ્વીકારું છું: બેન્સ
શિક્ષણ મંત્રી બેન્સે પાંચ સિંહ સાહેબો સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે, 'હું સજા સ્વીકાર કરુ છું. હું મારી સરકાર અને મારા વતી આ ઘટના માટે માફી માંગુ છું. હકીકતમાં મારે તે કાર્યક્રમ રોકવો જોઈતો હતો, પરંતુ, મેં ભૂલ કરી છે. ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા માટે હું સંપૂર્ણપણે સતર્ક રહીશ. હું શીખ સમુદાયની લાગણીઓનો આદર કરું છું અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન ન થાય તે માટે તમામ પ્રયત્નશીલ રહીશ. હું આ સજા સ્વીકારું છું. હું તેને પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી નિભાવીશ અને શીખ સમુદાયની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહીશ.'
શહીદ દિવસ પર નૃત્ય અને ગાયનનો કાર્યક્રમ યોજાયો હતો
ગુરુ તેગ બહાદુર સાહેબજીની 350મી શતાબ્દી પર 24 જુલાઈના રોજ શ્રીનગરમાં પંજાબ સરકારના ભાષા વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ અંગે વિવાદ ઉભો થયો હતો. આ કાર્યક્રમમાં આયોજિત નૃત્ય અને ગીતોથી શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હતી, જેના કારણે અકાલ તખ્તે સખત વાંધો ઉઠાવ્યો હતો.