Get The App

હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે?

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? 1 - image



Gas stove star rating India: ઊર્જા સંરક્ષણ અને ગ્રીન કિચન બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારનું મહત્ત્વનું પગલું ભરતાં હવે ગેસની સગડી માટે એર કંડિશનર અને અન્ય વિદ્યુત ઉપકરણોની જેમ ગેસ સ્ટવ માટે ઊર્જા કાર્યક્ષમતાના ધોરણો ફરજિયાત કરી દીધા છે. એટલે કે, જે રીતે એસી (AC) માટે સ્ટાર રેટિંગ ફરજિયાત છે, તે રીતે હવે LPG ગેસ સગડી માટે પણ રેટિંગ સ્ટાર ફરજિયાત કરી દીધા છે.

આ પણ વાંચો: રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ

મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા ઘરેલું LPG સ્ટવ માટે નવા ફરજિયાત ઊર્જા વપરાશ ધોરણોને મંગળવારે સૂચિત કર્યા છે. જે 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. ઊર્જા સંરક્ષણ અધિનિયમ, 2001 હેઠળ જારી કરવામાં આવેલા આ આદેશ, ઘરેલું ઊર્જા કાર્યક્ષમતા સુધારવા માટે ચાલી રહેલી કોશિશનો એક ભાગ છે. તે સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

BEEની સલાહ બાદ જારી કરવામાં આવ્યો આદેશ 

સૂચનામાં કહેવામાં આવ્યું કે, ભારતમાં ઉપયોગમાં લેવાતાં તમામ ઘરેલું LPG સગડી, ભલે પછી તે આયાત કરવામાં આવેલી હોય કે ન હોય, તે તમામને ભારતીય માનક (IS) 4246માં પરિભાષિત થર્મલ કાર્યક્ષમતા ધોરણોનું પાલન કરવું જરુરી છે. આ આદેશો ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) સાથે પરામર્શની સલાહ બાદ જારી કરવામાં આવ્યા છે અને થર્મલ કાર્યક્ષમતા દર્શાવવા માટે સગડી પર સ્ટાર લેબલિંગ કરવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

રેટિંગ ચાર્ટમાં કયા ધોરણો નક્કી કરાશે

નવી લેબલિંગ યોજનામાં LPG સગડીની થર્મલ કાર્યક્ષમતાના આધારે 1થી 5 સ્ટાર સુધીના સ્ટાર રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેટિંગ ચાર્ટમાં નીચેના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. 

  • 1 સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા  ≥68% અને <70% 
  • 2 સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: ≥70% અને <72%.
  • 3 સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: ≥72% અને <74%
  • 4 સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: ≥74% અને <76% અને 
  • 5 સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: ≥76%.

આ પણ વાંચો: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, ઝારખંડની ચાઇબાસા કોર્ટે જામીન આપ્યા

લેબલિંગ સમયગાળો ક્યાં સુધી માન્ય

અધિસૂચનામાં જણાવ્યા પ્રમાણે સ્ટાર રેટિંગ માહિતી દરેક ઉપકરણ પર એક અધિકૃત લેબલના માધ્યમથી સ્ટાર રેટિંગની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે, જેથી ગ્રાહકો વિવિધ સગડીના મોડેલોની ઊર્જા પ્રદર્શનની સરળતાથી તુલના કરી શકે. લેબલિંગ સમયગાળો 1 જાન્યુઆરી, 2026થી 31 ડિસેમ્બર, 2028 સુધી માન્ય રહેશે, ત્યારબાદ જો જરૂરી હોય તો દર બે વર્ષે કે તે પહેલાં તેની સમીક્ષા કરવામાં આવશે.

Tags :