For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલાનો વળતો જવાબ આપવા ભારત કરી રહ્યુ છે તૈયારી

Updated: Feb 17th, 2019

પુલવામા હુમલાનો વળતો જવાબ આપવા ભારત કરી રહ્યુ છે તૈયારી

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2019, રવિવાર

પુલવામા આતંકવાદી હુમલા બાદ વૈશ્વિક સ્તરે ભારતે પાકિસ્તાનને અલગ પાડવા માટે ઝૂંબેશ શરુ કરી દીધી છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ બે ડઝન દેશના રાજદૂતો સાતે વાતચીત કરી છે.ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો તો પાછો લઈ જ લીધો છે.જેનાથી પાકિસ્તાનના અર્થતંત્રને ફટકો વાગશે તેવો દાવો સરકારનો છે.

સરકારની રણનીતિ છે કે આંતરરાષ્ટ્રિય સ્તેર બીજા દેશોને પણ વિશ્વાસમાં લેવામાં આવે .જેથી આ હુમલાનો સૈન્ય સ્તરે જડબાતોડ જવાબ આપી શકાય.દુનિયાના મહત્વના દેશો જેવા કે અમેરિકા, ચીન, કેનેડા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયને ભારતની પડખે રહેવાની વાત કરી છે.આમ સરકાર સર્વ સમંતિ બનાવીને કોઈ કાર્યવાહી કરવા માંગે છે તેવુ લાગી રહ્યુ છે.

સૌથી મહત્વની વાત છે કે અમેરિકાએ ભારતને તમામ પ્રકારનો સહયોગ આપવાનુ કહ્યુ છે અને ભારતના આત્મરક્ષાના અધિકારનુ પણ સમર્થન કર્યુ છે.

મોદી સરકાર ઘર આંગણે પણ તમામ પક્ષોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.જેના ભાગરુપે સર્વપક્ષીય બેઠક શનિવારે બોલાવવામાં આવી રહી છે.જેથી સરકાર જ્યારે પણ કોઈ પગલુ ભરે ત્યારે આખા દેશનુ સમર્થન મળી શકે.આ બેઠકમાં પાકિસ્તાન સામે પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે તમામ પક્ષો ભારતના શહીદ જવાનોના પરિવાર સાથે છે.

ભારત સરકારના પ્રયાસોના કારણે પાકિસ્તાનને ઈસ્લામાબાદમાં યુએનની સ્થાયી સમિતિના પાંચ રાજદૂતો સાથે મુલાકાત કરવાની ફરજ પડી છે.
Gujarat