For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

Updated: Jan 23rd, 2019

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણીનવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી 2019, બુધવાર

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સૌથી મહત્વનો નિર્ણય લઈને પ્રિયંકા ગાંધીને સત્તાવાર રીતે રાજકીય અખાડામાં ઉતાર્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના બહેન પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ તરીકે નિમવાની જાહેરાત કરી છે.પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે.

ફેબ્રઆરીના પહેલા સપ્તાહથી પ્રિયંકા પોતાની નવી જવાબદારી સંભાળી લેશે.છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના કાર્યકરો પણ પ્રિયંકા ગાંધીને રાજકારણમાં ઉતારવા માટે માંગ કરી રહ્યા હતા.આ પહેલા પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીમાં સોનિયા તેમજ રાહુલ ગાંધી માટે પ્રચાર કરી ચુક્યા છે.

Gujarat