વડાપ્રધાન મોદીએ મહેસાણામાં 3092 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ

Updated: Oct 9th, 2022


અમદાવાદ, તા. 09 ઓક્ટોબર 2022 રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન આજે પીએમ મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

વધુ વાંચો: PM મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે

આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી મોઢેરા પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણામાં 3092 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. જે બાદ પીએમ મોદી મોઢેરાને પ્રથમ BESS સોલર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કરશે અને મોઢેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને સૂર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો ખુલ્લો મૂકશે તેમજ રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે.

 

વધુ વાંચો: PM મોદી અમદાવાદમાં ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે   

    Sports

    RECENT NEWS