'કોઈ મને ગમે તેટલા અપશબ્દો કહે, હું શિવ ભક્ત, ઝેર પી જાઉં છું', PM મોદીનો આસામથી કોંગ્રેસ પર કટાક્ષ
PM Modi Assam: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 14 સપ્ટેમ્બરના રોજ આસામના દરાંગ જિલ્લામાં મંગલદોઈ ખાતે રૂ. 6300 કરોડના હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો છે. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામનો શુભારંભ કરાવ્યો છે. આ હેલ્થકેર પ્રોજેક્ટ પાછળ રૂ. 570 કરોડનું રોકાણ કરવામાં આવશે.
આ ઉદ્વાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ આસામની પ્રજાને સંબોધતાં પોતાને ભગવાન શિવના ભક્ત તરીકે દર્શાવ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધુ ઝેર પચાવી જઉ છું. તેમણે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું કે, મારુ રિમોટ કંટ્રોલ દેશની 140 કરોડ જનતા છે. તે મારી માલિક છે. હું શિવ ભક્ત છું. ગમે તેવુ ઝેર પચાવી જઉ છું.
આ પણ વાંચોઃ ટેકઑફ સમયે ઉડી જ ના શક્યું ઈન્ડિગોનું વિમાન, લખનઉ એરપોર્ટ પર મોટી હોનારત ટળી
પીએમ મોદીએ કહ્યું કે, મારા માટે તો મારી પ્રજા જ મારો ભગવાન છે. મારા ભગવાન પાસે મારા આત્માનો અવાજ નહીં નીકળે તો બીજે ક્યાં નીકળશે. તેઓ મારા માલિક છે. મારા માટે પૂજનીય છે. મારો રિમોટ કંટ્રોલ છે.
PM મોદીની માતાને અપશબ્દોના વીડિયો પર કર્યો કટાક્ષ
થોડા દિવસ પહેલાં બિહારના દરભંગામાં I.N.D.I.A ગઠબંધનની વોટર અધિકાર યાત્રા દરમિયાન વિપક્ષના અમુક કાર્યકરોએ પીએમ મોદી અને તેમની માતાને અપશબ્દો કર્યા હતા. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાને આસામથી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.
આસામને રૂ. 18530 કરોડની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરાંગ અને ગોલાઘાટ જિલ્લામાં રૂ. 18530 કરોડની પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. તેમણે બે જનસભાને સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે, આસામ 13 ટકાના દરે ઝડપથી વિકસી રહ્યું છે. આસામના લોકોના આકરા પરિશ્રમ અને ભાજપની ડબલ એન્જિન સરકારના યોગદાનનું આ પરિણામ છે. આજે વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બન્યો છે અને તેમાં આસામ સૌથી ઝડપથી વિકસતુ રાજ્ય.