Prayagraj News : પ્રયાગરાજના ગંગા નગર ઝોનના મઉઆઈમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકપુર બિસાણી ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે. મોટા દીકરાએ તેના પિતા, બહેન અને ભાણીનું અપહરણ કરીને હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ તેમના મૃતદેહ કૂવામાં ફેંકી દીધા હતા.
મળતી માહિતી મુજબ, પારિવારિક વિવાદને કારણે ત્રણેયની હત્યા કરવામાં આવી છે. ત્રણેય મૃતકો શુક્રવારે (2 જાન્યુઆરી) રાત્રે 11 વાગ્યાથી ગુમ હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસે આરોપીની કરી ધરપકડ
પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે મુકેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. મુકેશ પટેલે તેના પિતા રામ સિંહ (ઉં.વ.55) અને બહેન સાધના દેવી (ઉં.વ.21)ની તેની 14 વર્ષની ભાણીની હત્યા કરી હતી. મિલકતના વિવાદને કારણે આરોપીએ આ હત્યાને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું છે.
આરોપી મુકેશ તેના પિતાથી ગુસ્સે હતો કારણ કે તેણે તેની મિલકત તેના નાના પુત્ર મુકુંદને સોંપી દીધી હતી. જેને લઈને ગુસ્સે ભરાયેલા મુકેશે તેના નાના ભાઈ મુકુંદને ગોળી મારીને ઘાયલ કરી દીધો હતો. ત્યારબાદ મુકેશે તેના પિતા, બહેન અને ભાણીનું અપહરણ કર્યું હતું.
આરોપીના નાના ભાઈએ નોંધાવી ફરિયાદ
આ પછી મુકુંદે પિતા અને બહેન ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે ફરિયાદના આધારે ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી. જેમાં બે દિવસની શોધખોળ બાદ પણ તેઓનો પત્તો લાગ્યો ન હતો. જોકે, પોલીસે આરોપી મુકેશની ધરપકડ કરી ત્યારે તેણે પૂછપરછમાં સમગ્ર ખુલાસો કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, સંપત્તિની લાલચમાં પોતાના પિતા, બહેન અને ભાણીની હત્યા કરીને મૃતદેહને કૂવામાં નાખી દીધા હતા. ત્રણેયની મોતને ઘાટ પહોંચાડ્યા બાદ આરોપીએ તેના નાના ભાઈ મુકુંદને ગોળી મારી હતી.
જોકે, પોલીસે હત્યારાના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી ત્રણેય મૃતકોના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મુકેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના મૌઇમા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા લોકપુર બિસાણી ગામમાં બની હતી.


