India

'અચાનક બેરિકેડ તૂટ્યું અને બચવાની કોઈ જગ્યા ન મળી...' મહાકુંભમાં નાસભાગ અંગે પ્રત્યક્ષદર્શીનો ખુલાસો

By GS Team
29 Jan 20252 mins read
This article was originally published on 29 Jan 2025
TukuTouch Logo
મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ થઈ જેમાં અત્યાર સુધીમાં 10થી વધુના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નાસભાગની ઘટના બનવા પાછળનું કારણ બેરિકેડ તૂટી જવાનું જણાવાઈ રહ્યું છે જેના લીધે ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'અચાનક બેરિકેડ તૂટ્યું અને બચવાની કોઈ જગ્યા ન મળી...' મહાકુંભમાં નાસભાગ અંગે પ્રત્યક્ષદર્શીનો ખુલાસો

Maha Kumbh Stampede | મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ થઈ જેમાં અત્યાર સુધીમાં 10થી વધુના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નાસભાગની ઘટના બનવા પાછળનું કારણ બેરિકેડ તૂટી જવાનું જણાવાઈ રહ્યું છે જેના લીધે ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી. 



સંગમ કિનારે કઈ ઘટના બની? 

ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રએ ત્વરીત કાર્યવાહી કરતાં રાહત-બચાવ કામગીરી શરુ કરી હતી. પોલીસે પછી તૂટી ગયેલા બેરિકેડનું સમારકામ કરાવી મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

કેવી રીતે નાસભાગ મચી? 

માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે રાતે 2 વાગ્યે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. તેમણે કહ્યું કે ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે. 



ભારે ભીડ બની પડકાર? 

મૌની અમાસ પર સંગમ કિનારે સ્નાન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પોલીસ અને વહીવટી તંત્ર માટે આ ભીડને કાબૂમાં કરવી એ મોટો પડકાર બની ગયો હતો એટલા માટે જ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ વધારે પડતી ભીડને કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ.