India

પ્રશાંત કિશોર પાસે કરોડોની સંપત્તિ, ફ્રાન્સથી ડિગ્રી, પત્ની પણ કરોડપતિ, ચૂંટણી એફિડેવિટમાં ખુલાસો

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બિહારની બાંકીપુર બેઠક પર પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. પ્રથમ ચૂંટણી લડી રહેલા પ્રશાંત કિશોર અને પત્ની જ્હાન્વી દાસની કરોડો રૂપિયાની સંપત્તિનો ખુલાસો થયો છે. એફિડેવિટ મુજબ, તેમની કુલ 23 કરોડથી વધુ અને પત્નીની 99 કરોડથી વધુ ચલ સંપત્તિ છે. બંને પાસે 7 સ્થળોએ મકાન છે, પરંતુ અંગત કાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રશાંત કિશોર પાસે કરોડોની સંપત્તિ, ફ્રાન્સથી ડિગ્રી, પત્ની પણ કરોડપતિ, ચૂંટણી એફિડેવિટમાં ખુલાસો

Prashant Kishor Property : જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે આજે (13 જુલાઈએ) બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. પોતાના જીવનની પ્રથમ ચૂંટણી લડી રહેલા પ્રશાંત કિશોરે દાખલ કરેલા ચૂંટણી એફિડેવિટમાં તેમની અને તેમની પત્ની જ્હાન્વી દાસની કરોડો રૂપિયાની સંપત્તિનો ખુલાસો થયો છે. સોના-ચાંદીના દાગીનાથી લઈને મકાન અને જમીન સુધી, બંને પાસે અબજોની પ્રોપર્ટી છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે, પ્રશાંત કિશોર કે તેમની પત્ની પાસે પોતાની કોઈ અંગત કાર નથી.

પ્રશાંત કિશોર અને પત્નીની સંપત્તિની વિગતો

રોકડ : પ્રશાંત કિશોર પાસે Rs 65,570 અને પત્ની પાસે Rs 1,95,200 રોકડા છે.

ફિક્સ ડિપોઝિટ : રૂપિયા 7 કરોડ 36 લાખ 24,202ની એફડી છે.

ચલ સંપત્તિ : પ્રશાંત કિશોર પાસે રૂપિયા 22 કરોડ 19 લાખ 74,976 અને પત્ની પાસે રૂપિયા 99 કરોડ 51 લાખ 67,249 ની ચલ સંપત્તિ છે.

અચલ સંપત્તિ : પ્રશાંત કિશોર પાસે રૂપિયા 23 કરોડ 70 લાખ 80,256 અને પત્ની પાસે રૂપિયા 1 કરોડ 19,270 ની અચલ સંપત્તિ છે. આ ઉપરાંત અંદાજે રૂપિયા 73 કરોડ 87 લાખની જમીન-પ્રોપર્ટી પ્રશાંત કિશોરના નામે અને રૂપિયા 12 કરોડ 42 લાખની પ્રોપર્ટી તેમની પત્નીના નામે છે. બંને પાસે કુલ 7 અલગ-અલગ જગ્યાએ બિલ્ડિંગ અથવા મકાન છે.

દાગીના : પ્રશાંત કિશોર પાસે રૂપિયા 1 લાખ 35,000ની સોનાની વીંટી છે, જ્યારે પત્ની પાસે રૂપિયા 64 લાખ 12,500ના સોનાના દાગીના અને રૂપિયા 46,000ની ચાંદી છે.

વાર્ષિક આવક (વર્ષ 2024-25) : પ્રશાંત કિશોરની આવક રૂપિયા 58 લાખ 45,430 અને પત્નીની આવક રૂપિયા 40 લાખ 23,800 છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બિઝનેસ, કન્સલ્ટન્સી, વ્યાજ અને ભાડું છે.

દેવું : પ્રશાંત કિશોર પર રૂપિયા 5 કરોડ 77 લાખ 53,765નું દેવું છે. તેમણે વર્ષ 2024-25 માં જનસુરાજ પાર્ટીને રૂપિયા 10 કરોડનું દાન પણ આપ્યું છે.

શિક્ષણ અને ગુનાહિત રેકોર્ડ

પ્રશાંત કિશોરે 1991 માં 10મું અને 1993માં પટનાની સાયન્સ કોલેજમાંથી 12મું પાસ કર્યું હતું. ત્યારબાદ 1996-1999 દરમિયાન લખનૌ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેમણે વર્ષ 2010 માં ફ્રાન્સની યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવી હતી. એફિડેવિટ મુજબ પ્રશાંત કિશોર પર 8 કેસ નોંધાયેલા છે, પરંતુ કોઈપણ મામલામાં તેમને હજુ સુધી સજા થઈ નથી.