ગજબ ઘટના: પોલીસ કોન્સ્ટેબલને ઘરે બેઠા મળી ગયો 28 લાખ પગાર, 12 વર્ષથી નથી ગયો ડ્યૂટી પર
Police Constable Salary Scam, Bhopal : મધ્યપ્રદેશ પોલીસમાં એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે 12 વર્ષ ડ્યૂટી કર્યા વગર 28 લાખનો પગાર લીધો છે. આ કિસ્સો વિદિશા જીલ્લાના રહેવાસી એક પોલીસ કર્મચારીનો છે, જેની 2011માં મધ્યપ્રદેશ પોલીસે ભરતી કરી હતી.
ભરતી પ્રક્રિયા બાદ તેને ભોપાલ પોલીસ લાઈનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું અને પછી સાગર ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે ટ્રેનિંગ સ્થળ પર પહોંચવાની જગ્યાએ ચુપચાપ પોતાના ઘરે વિદિશા આવી ગયો હતો. તેણે ન તો કોઈ અધિકારીને જાણ કરી અને ન તો રજા માટે અરજી કરી, અને તેની સર્વિસ ફાઈલ સ્પીડ પોસ્ટ દ્વારા ભોપાલ મોકલી દીધી. ફાઈલ ત્યા પહોંચી ગઈ અને કોઈ તપાસ કર્યા વગર તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી માટે ECએ શરૂ કરી તૈયારી, મતદાર યાદી જાહેર કરવા બનાવ્યો છ તબક્કાનો પ્લાન
12 વર્ષ સુધી સરકાર ઉંઘતી રહી
એ પછી ન તો ટ્રેનિંગ સેન્ટરે તેની ગેરહાજરીની સૂચના આપી, અને ન તો ભોપાલ પોલીસ લાઈનમાં કોઈએ તેની ગેરહાજરીનું ધ્યાન દોર્યું. આ રીતે તે દર મહિને પગાર લેતો રહ્યો અને ક્યારેય કોઈ ડ્યૂટી પર હાજર ન રહ્યો. નવાઈની વાત એ છે કે, 12 વર્ષ સુધી કોઈ ઓફિસર આ છેતરપિંડીને પકડી ન શક્યો.
કેવી રીતે બહાર આવ્યું આ કૌભાંડ
આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે 2023માં 2011ની બેચનો પગાર ગ્રેડ પેની સમીક્ષા કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ આ કોન્સ્ટેબલની કોઈ ફાઈલ કે સેવાનો રેકોર્ડ ન મળ્યો. ન કોઈ કેસ, ન કોઈ ટ્રાન્સફર, ન ક્યાંય હાજરી. જ્યારે તેને બોલાવ્યો તો તેણે દાવો કર્યો કે, 'હું માનસિક બીમારીની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો અને તેના કારણે હું ડ્યૂટી પર ન જઈ શક્યો.' આ સાથે તે કેટલાક મેડિકલ દસ્તાવેજ પણ સાથે લાવ્યો હતો.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટો અકસ્માત, અલ્ટો કાર ખાડામાં ખાબકી, 4 લોકોના ઘટના સ્થળે મોત
ટ્રેનિંગના નામે પર ક્યારે પરત ન આવ્યો
હાલમાં આ કૌભાંડની તપાસ એસીપી અંકિતા ખાટરકરને સોંપવામાં આવી છે. જે ભોપાલના ટીટી નગર વિસ્તારમાં તહેનાત છે. તેમણે કહ્યું કે, કોન્સ્ટેબલે એકલા ટ્રેનિંગમાં જવાની મંજૂરી માંગી હતી, પરંતુ તે ક્યારેય પરત ન આવ્યો. તેના કારણે તેની હાજરી નોંધવામાં ન આવી અને તે સતત રેકોર્ડમાં આવતો રહ્યો હતો. જે બાદ હાલમાં કોન્સ્ટેબલને ભોપાલ પોલીસ લાઈનમાં રાખવામાં આવ્યો છે અને તેની પાસેથી 1.5 લાખ રુપિયા વસૂલ્યા છે, બાકીની રકમ બીજા પગારમાંથી વસુલ કરવામાં આવશે.