બિહાર ચૂંટણી માટે ECએ શરૂ કરી તૈયારી, મતદાર યાદી જાહેર કરવા બનાવ્યો છ તબક્કાનો પ્લાન
Bihar Assembly Election 2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણીની ધમધોકાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષોથી લઈને ચૂંટણી પંચ તમામ તૈયારીઓમાં લાગી ગાય છે. ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરવાની તારીખ જાહેર કરી છે. પંચે કહ્યું કે, બિહારમાં પહેલી ઓગસ્ટે પ્રારંભિક મતદારી જારી કરવામાં આવશે.
પહેલી ઓગસ્ટે પ્રારંભિક મતદાર યાદી જાહેર કરાશે
ચૂંટણી પંચ બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યમાં અસલી મતદારોને ઓળખવા માટે ચૂંટણી પંચે ઊંડાણપૂર્વક પરીક્ષણ શરૂ કરાવ્યું હતું. જેમાં મતદારોએ યાદીમાં સામેલ થવા માટે ‘ઈન્યૂમરેશન ફોર્મ’ ભરીને જમા કરાવવાનું છે. ચૂંટણી પંચે રવિવારે (6 જુલાઈ) સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર કહ્યું છે કે, ‘પહેલી ઓગસ્ટ-2025ના રોજ પ્રારંભિક મતદાર યાદી જાહેર કરવામાં આવશે. યાદીમાં તે મતદારોન નામ હશે, જેમણે ‘ઈન્યૂમરેશન ફોર્મ’ ભર્યા છે.
પછી પણ દસ્તાવેજ જમા કરાવી શકાશે : ચૂંટણી પંચ
ચૂંટણી પંચે કહ્યું કે, ‘વર્તમાન મતદારોના દસ્તાવેજ જમા કરાવવામાં મદદ કરવા માટે અમે તમામ ઉપાયો કરી રહ્યા છીએ. જે મતદારોએ પોતાનું ‘ઈન્યૂમરેશન ફોર્મ’ જમા કરાવ્યું છે, તેઓને પછી પણ દસ્તાવેજો જમા કરાવવા માટે સમય અપાશે. તમામ લોકો ‘ઈન્યૂમરેશન ફોર્મ’ની સાથે અથવા પછી દસ્તાવેજો જમા કરાવી શકશે. જે મતદારોના નામ 2003ની મતદાર યાદીમાં સામેલ છે, તેઓએ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. તેઓ માત્ર ‘ઈન્યૂમરેશન ફોર્મ’ ફરીને પોતાનું નામ યાદીમાં જોડાવી શકે છે.
આ પણ વાંચો : બિહારની રાજનીતિમાં ખળભળાટ! ભાજપ-જેડીયૂને ઝટકો, ચિરાગ પાસવાને કરી ચોંકાવનારી જાહેરાત
આવી રીતે ફાઈનલ કરાશે મતદાર યાદી
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે છ તબક્કામાં મતદાર યાદી ફાઈનલ કરવાની યોજના બનાવી છે.
- પ્રથમ તબક્કો : લોકોને ત્રણ જુલાઈ સુધી ‘ઈન્યૂમરેશન ફોર્મ’ આપવામાં આવ્યા હતા. આ ફોર્મ થોડુંઘણું પહેલેથી જ ભરાયેલું હતું.
- બીજો તબક્કો : મતદારોએ 25 જુલાઈ સુધીમાં ફોર્મ ભરી, તેને BLOને આપવાનું રહેશે.
- ત્રીજો તબક્કો : તમામ મતદારોના ફોર્મ જમા કર્યા બાદ 26 જુલાઈ સુધીમાં મોબાઈલ એપ અથવા એસીઆઈનેટ પર ડેટા અપલોડ થશે.
- ચોથો તબક્કો : પહેલી ઓગસ્ટે પ્રારંભિક મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
- છઠ્ઠો તબક્કો : 30 સપ્ટેમ્બરે ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.