PoKમાં બર્બરતા મામલે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું- ‘સેના નિર્દોષો પર અત્યાચાર કરી રહી છે’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Reacts to Violence in PoK : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને પાકિસ્તાની સેના દ્વારા નિર્દોષ નાગરિકો પર કરાયેલા બર્બરતાની ઘટનાઓ મામલે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ કહ્યું કે, ‘અમારા ધ્યાને આવ્યું છે કે, PoKના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા છે. ત્યાં પાકિસ્તાની સેના દ્વારા નિર્દોષ નાગરિકો પર બર્બરતા આચરવામાં આવી રહી છે. અમારું માનવું છે કે, PoKના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા પ્રદર્શનો પાકિસ્તાનની દમનકારી નીતિ અને તેના દ્વારા આ વિસ્તારોના સંસાધનોની વ્યવસ્થિત લૂંટનું સ્વાભાવિક પરિણામ છે. PoK પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે. પાકિસ્તાનને ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન કરવાબદલ જવાબદાર ઠેરવવું જોઈએ.’
પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં હિંસા, 12ના મોત
PoKના સામાન્ય નાગરિકો 29 નવેમ્બરથી શાહબાજ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ-પ્રદર્શનો કરી રહી છે. જેમાં પાકિસ્તાને સેનાએ દેખાવકારો પર ફાયરિંગ કરવાના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. રાવલકોટ, મીરપુર, કોટલી સહિતના અનેક વિસ્તારો બંધ અને ચક્કાજામ કરવાનું આહ્વાહન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી
હિંસા બાદ ઇન્ટરનેટ સેવા બંધ, મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો
અત્યાર સુધીમાં પીઓકેમાં સૌથી મોટું વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. અવામી એક્શન કમિટીની આગેવાનીમાં શાહબાજ સરકાર વિરુદ્ધ ભારે દેખાવો થઈ રહ્યા છે. તેઓ મૌલિક અધિકારોના હનન વિરુદ્ધ દેખાવો શરુ કર્યા હતા, ત્યારબાદ અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે અને પોલીસ નિર્દેષ લોકો પર બર્બરતા શરુ કરી રહી છે. પાકિસ્તાની સેનાના અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચ્યો છે. PoKના રાજકીય પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ પાસે તાત્કાલિક દખલગીરીની માંગણી કરી છે.








