Get The App

ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો...’

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો...’ 1 - image


Rajnath Singh's Warning to Pakistan : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિજયાદશમીના અવસરે ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે શસ્ત્ર પૂજન કાર્યક્રમમમાં ભાગ લીધા બાદ સૈનિકોને સંબોધન કરીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. આ ઉપરાંત તેમણે ઓપરેશન સિંદૂર અને 1965ના યુદ્ધનો ઉલ્લેખ કરીને પણ પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં સંદેશો આપ્યો છે.

‘...તો પાકિસ્તાનનો ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ જશે’

રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, ‘જો પાકિસ્તાન સર ક્રિક વિસ્તારમાં આંખ ઉઠાવીને જોશે તો અમે એવો વળતો જવાબ આપીશું, જેનાથી તેમનો ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક મેળવી લીધા છે, જોકે તેઓ સરહદ બાદ આતંકવાદ વિરોધી લડાઈ ચાલુ રાખશે.’

ભારત શસ્ત્રોની પૂજા કરે છે, તો તેનો ઉપયોગ કરવાનું પણ જાણે છે : રાજનાથ સિંહ

તેમણે કહ્યું કે, ‘ભારત શસ્ત્રોની પૂજા તો કરે જ છે, સાથે તેનો ઉપયોગ કરવાનું પણ જાણે છે. જ્યારે અમે શસ્ત્રોની પૂજા કરીએ છીએ, ત્યારે ધર્મ અને ન્યાયની રક્ષા કરવાનો પણ સંકલ્પ લઈએ છીએ. ભગવાન રામે પોતાના જીવનમાં આવા જ સંકલ્પનો પરિચય આપ્યો હતો. જ્યારે તેમણે રાવણ વિરુદ્ધ યુદ્ધ ક્યું, ત્યારે તે યુદ્ધ માત્ર વિજયનું સાધન ન હતું, પરંતુ ધર્મની સ્થાપનાનું સાધન હતું. જ્યારે ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાભારતનું યુદ્ધ લડવામાં આવ્યું ત્યારે તેમનો ઉદ્દેશ્ય પાંડવોને વિજય અપાવવાનો ન હતો, પરંતુ ધર્મની સ્થાપના કરવાનો હતો. શસ્ત્રોની પૂજા પ્રતિક, જેમાં ભારત શસ્ત્રોની પૂજા કરે છે અને સમય આવ્યો તેમનો ઉપયોગ પણ કરવાનું જાણ છે.

પાકિસ્તાનની નિયતમાં ખોટ : રાજનાથ સિંહ

રાજનાથ સિંહે સરહદ વિવાદનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘આઝાદીના 78 વર્ષ બાદ પણ સર ક્રિક વિસ્તારમાં સરહદ વિવાદને છંછેડવામાં આવી રહ્યું છે. ભારતે વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, જોકે પાકિસ્તાનની નિયતમાં ખોટ છે, તેમની નિયત સ્પષ્ટ નથી. પાકિસ્તાને સર ક્રીક પાસેના વિસ્તારોમાં સૈન્ય માળખાનો વધારો કર્યો છે, જે પાકિસ્તાનના ખોટા ઈરાદાઓ દર્શાવે છે.

‘1965ના યુદ્ધમાં ભારતીય સેના છેક લાહોર સુધી પહોંચી ગઈ હતી’

તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય સેના અને બીએસએફ સંયુક્તરૂપે અને સાવચેતીપૂર્વક ભારતની સરહદની રક્ષા કરી રહ્યા છે. જો પાકિસ્તાન સર ક્રિક વિસ્તારમાં આંખ ઉઠાવીને જોશે તો અમે એવો વળતો જવાબ આપીશું, જેનાથી તેમનો ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. 1965ના યુદ્ધમાં ભારતીય સેનાએ છેક લાહોર સુધી પહોંચીને શક્તિ દેખાડી દીધી હતી. આજે 2025માં પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે, કરાંચી જવાનો એક રસ્તો સીર ક્રીકથી પસાર થાય છે.’

Tags :