For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કવિતા ચોરનારા પાસેથી દેશ શું આશા રાખશે? સુનો દ્રોપદી શસ્ત્ર ઉઠા લો...કવિતાના સર્જક પ્રિયંકા ગાંધી પર નારાજ

Updated: Nov 18th, 2021

Article Content Image

નવી દિલ્હી,તા.18.નવેમ્બર,2021

સુનો દ્રોપદી શસ્ત્ર ઉઠા લો...આ કવિતાનો ઉપયોગ પ્રિયંકા ગાંધીએ પોતાની સભામાં કર્યો હતો અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ.

જોકે આ કવિતાના સર્જક પુષ્પમિત્ર ઉપાધ્યાયે તેની સામે વાંધો ઉઠાવ્યો છે.કવિનુ કહેવુ છે કે, આ કવિતા મેં દેશની સ્ત્રીઓ માટે લખી હતી..નહીં કે પ્રિયંકા ગાંધી તેનો નિમ્ન સ્તરનો રાજકીય ઉપયોગ કરી શકે તે માટે ....મારી કવિતા પણ ચોરી કરી લેનારાઓ પાસેથી દેશ શું આશા રાખશે...

ઉલ્લેખનીય છે કે, મહિલાઓ સાથે સંવાદ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, સુનૌ દ્રોપદી શસ્ત્ર ઉઠા લો...અબ ગોવિંદ ના આયેંગે..કબ તક આસ લગાઓગી ...તુમ બિકે હુવે અખબારો સે....કેસી રક્ષા માંગ રહી હો દુશાસન દરબારો સે....

કવિ પુષ્પમિત્ર ઉપાધ્યાયે પોતાની કવિતાના ઉપયોગ અંગે કહ્યુ હતુ કે, હું તમારી વિચારધારાનુ સમર્થન પણ નથી કરતો અને મારી કવિતાનો રાજકીય ઉપયોગ કરવાની પરવાનગી પણ તમને નથી આપતો..કવિતા ચોરી કરનારાઓ પાસેથી દેશ એમ પણ શું આશા રાખશે..

તેમણે કહ્યુ હતુ કે, આ કવિતા મં 2012માં થયેલા નિર્ભયા કાંડ પર લખી હતી અને કવિતાનો જે સંદેશ છે તે તમારા રાજકીય ઈરાદાઓથી અલગ છે અને રાજકીય સંસ્થાઓને મારી અપીલ છે કે, પોતાની મહત્વકાંક્ષાઓ માટે તેનો ઉપયોગ કરીને કવિતાના મૂળ હેતુને બગાડે નહીં.

Gujarat