Get The App

મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન 1 - image


PM Modi Inaugurates Vinzhinjam Port: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી મેના રોજ કેરળના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ કાર્યક્રમમાં મંચ પર શશી થરૂર અને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ હાજર હતા. આ મુદ્દે પણ વડાપ્રધાને વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અહીં મુખ્યમંત્રી વિજયન પણ બેઠા છે, તે તો INDIA ગઠબંધનનો મજબૂત સ્તંભ છે. શશી થરૂર પણ બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. જ્યાં આ મેસેજ જવાનો હતો, ત્યાં પહોંચી ગયો છે.'

આ પણ વાંચોઃ પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આદિ શંકરાચાર્ય વિશે વાત કરતાં કહ્યું કે, 'આજે ભગવાન આદિ શંકરાચાર્યજીની જ્યંતિ છે. ત્રણ વર્ષ પૂર્વે સપ્ટેમ્બરમાં મને તેમની જન્મભૂમિમાં જવાનું સૌભાગ્ય મળ્યું હતું. કેરળથી નીકળી દેશના ચારે ખૂણામાં મઠની સ્થાપના કરી આદિ શંકરાચાર્યે જ રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી છે. હું તેમને નમન કરું છું.'

8800 કરોડના ખર્ચે તૈયાર વિઝિંજમ પોર્ટ

વિઝિંજમ પોર્ટ આશરે રૂ. 8800 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેની ટ્રાન્સશિપમેન્ટ હબ ક્ષમતા આગામી સમયમાં ત્રણ ગણી વધશે. તેને મોટા કાર્ગો જહાજને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે. અત્યારસુધી ભારતની 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ ગતિવિધિઓ પોર્ટ પરથી થતી હતી. જેના પરિણામરૂપે દેશને મોટું નુકસાન થતુ હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. પહેલાં વિદેશોમાં ખર્ચાતું ધન હવે સ્થાનિક વિકાસમાં ઉપયોગમાં લેવાશે. જેનાથી વિઝિંજમ અને કેરળના લોકો માટે નવી આર્થિક તકોનું સર્જન થશે.

મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન 2 - image

Tags :