PM મોદીના વિશેષ ઉપહાર: ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નેતાઓને શું મળ્યું ભેટમાં? જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Gifts World Leaders : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ દેશોના રાષ્ટ્રપ્રમુખો અને વૈશ્વિક નેતાઓને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, અદભુત કલા અને વિરાસત સાથે જોડાયેલી સુંદર ભેટ આપી છે. પીએમ મોદીએ પસંદ કરેલા આ ખાસ તોહફાઓમાં ભારતના અલગ-અલગ રાજ્યોની પરંપરા અને દેશના કારીગરોની હસ્તશિલ્પ કલાની ઝલક જોવા મળે છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને ચાર અનોખી ભેટ
પીએમ મોદી (PM Narendra Modi)એ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો (Indonesia President Prabowo Subianto)ને ભારતની સંસ્કૃતિ અને સ્વાદ સાથે જોડાયેલા 4 ખાસ તોહફા આપ્યા છે. જેમાં ઉત્તરાખંડની પ્રખ્યાત 'એપણ કલા'ની શિવ પેઈન્ટિંગ અને દરરોજ માત્ર 25 ગ્રામ જ બનતી આસામની દુર્લભ 'મનોહારી ગોલ્ડ ટી' સામેલ છે. આ ઉપરાંત તેમને કાગળની લુગદીમાંથી બનેલો કશ્મીરી 'પેપર-મેશી બાઉલ' અને કમળ તેમજ હાથીની આકૃતિવાળી ચાંદીની નક્કાશીદાર પ્લેટ પણ આપવામાં આવી છે.
ઈન્ડોનેશિયાના સંસદ અધ્યક્ષને ઓડિશાની સિલ્ક સાડી
ઈન્ડોનેશિયાની સંસદના અધ્યક્ષ પુઆન મહારાની (Indonesian Parliament Speaker Puan Maharani)ને પીએમ મોદીએ ઓડિશાની પ્રખ્યાત 'ઈકત સિલ્ક' હેન્ડલૂમ ભેટમાં આપી છે. આ ખાસ કાપડ પોતાની 'ટાઈ-એન્ડ-ડાઈ' (ધાગા બાંધીને રંગવાની) ટેકનિક માટે જાણીતું છે, જેમાં કપડાની બંને બાજુ એક સરખી જ સુંદર ડિઝાઈન દેખાય છે.
ઓસ્ટ્રેલિયાના પીએમને સંગીત અને કલાની સોગાદ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિઝ (Australia PM Anthony Albanese) માટે પીએમ મોદીએ સંગીત, કલા અને સ્વાદનું ખાસ પેકેજ પસંદ કર્યું છે. તેમને ભારતના શ્રેષ્ઠ વિસ્તારોની 'પ્રીમિયમ કોફી બોક્સ' આપવામાં આવ્યું છે. આ સિવાય સંગીતના શોખીન અલ્બેનિઝ માટે 1990ના દાયકાના પ્રખ્યાત સિંગર્સ હરિહરન અને લેસ્લી લુઈસના 'કોલોનિયલ કજન્સ' આલ્બમનું ખાસ વિનાઈલ રેકોર્ડ (ગ્રેમોફોન રેકોર્ડ) અને આદિવાસી સંસ્કૃતિ દર્શાવતી પીતળની 'ઢોકરા બોટ સ્કલપ્ચર' (નાવની મૂર્તિ) ભેટમાં અપાઈ છે.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનને ઉત્તરાખંડી ટોપી
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન (New Zealand PM Christopher Luxon) માટે પણ પીએમ મોદીએ ખાસ ભારતીય ભેટ પસંદ કરી છે. તેમને ઉત્તરાખંડની પરંપરાગત ટોપી આપીને સન્માનિત કરાયા છે. આ સાથે જ સ્પોર્ટ્સ પ્રત્યે સન્માન દર્શાવતા ભારતીય મહિલા હોકી ટીમની સહીવાળી ખાસ હોકી સ્ટિક પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે.









