મોઢેરા તેની પૌરાણિક કથા, આધુનિકતા માટે વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યુ છે: PM મોદી
મહેસાણા, તા. 09 ઓક્ટોબર 2022 શનિવાર
PM મોદી ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન આજે વડાપ્રધાન મોદીએ મહેસાણામાં 3092 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. બાદમાં પીએમ મોદીએ જનસભા સંબોધી.
મોઢેરામાં PM મોદીના સંબોધનના અંશો
પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યુ કે આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જા ફેલાઈ છે. વીજળી,પાણી, રોડ, રેલ, ડેરી, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી રોજગારીની નવી તકો ઊભી થશે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે અને સમગ્ર પ્રદેશમાં પ્રવાસન સંબંધિત સુવિધાઓનુ પણ વિસ્તરણ કરશે.
વધુ વાંચો: વડાપ્રધાન મોદીએ મહેસાણામાં 3092 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ
દેશભરમાં મોઢેરાની ચર્ચા
મોઢેરા સોલાર પાવર્ડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આ ગુજરાતની શક્તિ છે, જે આજે મોઢેરામાં દેખાઈ રહી છે. તેઓ ગુજરાતના ખૂણે ખૂણે હાજર છે. આક્રમણકારોએ મોઢેરાના સૂર્ય મંદિરને નષ્ટ કરવા, તેને માટીમાં ભેળવવા માટે શું કર્યું તે કોણ ભૂલી શકે. જે મોઢેરા પર વિવિધ અત્યાચારો થયા, તે મોઢેરા હવે તેની પૌરાણિક કથા તેમજ આધુનિકતા માટે વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે.
ભવિષ્યમાં જ્યારે પણ સોલાર પાવરની વાત થશે ત્યારે મોઢેરાનું નામ સૌથી પહેલા લેવામાં આવશે. અત્યાર સુધી એવું થતું હતું કે સરકાર વીજળી ઉત્પન્ન કરતી હતી અને લોકો ખરીદતા હતા. કેન્દ્ર સરકાર લોકો તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવે તે માટે પ્રયાસ કરી રહી છે. ખેડૂતો તેમના ખેતરોમાં વીજળી ઉત્પન્ન કરે છે. દેશમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા નાણાકીય મદદ આપવામાં આવી રહી છે. હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે.
મહર્ષિ વાલ્મીકીજીની જયંતી
આજે મહર્ષિ વાલ્મીકીજીની જયંતીનો પાવન અવસર છે. મહર્ષિ વાલ્મિકીએ આપણને ભગવાન રામના સમરસ જીવનના દર્શન કરાવ્યા, સમાનતાનો સંદેશ આપ્યો. સરકાર સોલાર પાવરને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ કરી રહી છે. 'તમે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે' અને આગળ પણ આપતા રહેશો. ગુજરાતના 20-22 વર્ષના જુવાને કફર્યૂ શબ્દ સાંભળ્યો નથી, આ કાયદાનું કામ આપણે કરી બતાવ્યું છે.
મોઢેરાના લોકોને બે હાથમાં લાડુ, સૌરઉર્જાથી બિલ શૂન્ય થયું. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં સૂર્ય ગ્રામને લઈને મોઢેરા વિશે ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ કહે છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી કે આપણી આંખો સામે સપનું સાકાર થઈ શકે છે. સપનું આજે સાકાર થતું જોયું. અમારી જૂની શ્રદ્ધા અને નવી ટેકનોલોજીનો નવો સંગમ અહીં દેખાય છે.
ગુજરાતમાં દેખાઈ રહ્યો છે વિકાસ
મને આવનારી પેઢીની ચિંતા હતી એટલે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે તાકાત લગાવી. મારુ ગામડુ સમૃદ્ધ થાય તો મારુ ગુજરાત ક્યારેય પાછુ ન પડે પરંતુ હવે મોઢેરા ટુરિઝમનું સેન્ટર બની જવાનું છે. આજે ગુજરાતમાં વિકાસ દેખાઈ રહ્યો છે.
વિમાન પણ ગુજરાતની ધરતી પર બનશે
અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં જોવા લોકો જાય છે તેના કરતાં વધારે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે. અનેક મુસીબતોમાંથી અમે ગુજરાતને બહાર કાઢ્યું. જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં હવે ગાડીઓ બની રહી છે. હવે લોકો ઘરેથી વિજળી ઉત્ત્પન્ન કરી શકશે. હવે વિમાન પણ ગુજરાતની ધરતી પર બનશે
નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બન્ને તમારી સેવામાં
જે પાણી દરિયામાં ઠલવાતું હતું, તે પાણી ઉત્તર ગુજરાતને મળ્યું. મેન્યુફેક્ચરિંગ તરીકે હવે ગુજરાતની નવી ઓળખ થશે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બન્ને તમારી સેવામાં છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બંને ભેગા થયા એટલે હવે વિકાસની ગતિ જબરદસ્ત વધી છે.
મોઢેરા ટુરિઝમનું સેન્ટર બની જવાનું છે. વિકાસ કરવો હશે તો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય વિના બધું અધૂરું છે એટલે મહેસાણામાં આના પર વિશેષ ધ્યાન આપ્યું. ગુજરાતનાં બધા તીર્થક્ષેત્રો પર એવું ભવ્ય કામ થઈ રહ્યું છે કે જેનાથી હિન્દુસ્તાનના ટુરિસ્ટો આકર્ષાયા છે.
Big day for Modhera as it takes a giant leap towards harnessing solar power. https://t.co/2GCyM5vAzd
— Narendra Modi (@narendramodi) October 9, 2022