Get The App

‘તમારું સ્વાગત કરવા આતુર...’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
‘તમારું સ્વાગત કરવા આતુર...’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી 1 - image


PM Narendra Modi Talks Russia President Vladimir Putin : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (7 ઓક્ટોબર) રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ તેમને 73મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ ભારત-રશિયાની ‘સ્પેશિયલ એન્ડ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને પુતિનને સારા આરોગ્ય અને તમામ પ્રયાસોમાં સફળતા મેળવવાની શુભકામના પાઠવી હતી.

બંને દેશો સંબંધો વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધ : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, ભારત રશિયા સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે અને બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલી આવતા વ્યૂહાત્મક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તકો શોધી રહ્યા છે. બંને નેતાઓએ વેપાર, રક્ષા, ઊર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય પ્રગતિ આગળ ધપાવવા માટે સમીક્ષા પણ કરી રહ્યું છે.

આ પણ વાંચો : મોટી દુર્ઘટના: હિમાચલના બિલાસપુરમાં બસ પર થયું ભૂસ્ખલન, 15 લોકોના મૃતદેહ બહાર કઢાયા

મોદી-પુતિન વચ્ચે ડિસેમ્બરમાં થશે મુલાકાત

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પુતિનનું ભારતમાં સ્વાગત કરવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-2025માં ભારતમાં 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટ યોજાવાની છે, જેમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થવાની છે. આ ઉપરાંત પીએમ મોદીએ પુતિન છેલ્લે 2021માં 21માં વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.

આ પણ વાંચો : ‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન

Tags :