Get The App

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત 1 - image

Image: X @narendramodi


PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.


ચીન અને રશિયાના પ્રમુખને મળશે

મુલાકાતના પહેલા તબક્કામાં, વડાપ્રધાન મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે. ત્યારબાદ, તેમણે ચીન જશે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મુલાકાત માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ તિયાનજિનમાં યોજાનારી શિખર સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચોઃ રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદવામાં ભારતને 25 અબજ નહીં માત્ર 2.5 અબજ ડોલરનો લાભ


11 વર્ષમાં નોંધપાત્ર પ્રગતિઃ PM મોદી

જાપાનમાં, વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર સંમેલન કરશે. જાપાન મુલાકાત અંગે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સમય દરમિયાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેણે છેલ્લા 11 વર્ષમાં સતત નોંધપાત્ર પ્રગતિ કરી છે. જાપાન મુલાકાતનો હેતુ પરસ્પર સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો, આર્થિક અને રોકાણ સંબંધોનો વ્યાપ વધારવાનો અને AI તેમજ સેમિકન્ડક્ટર જેવી નવી ટેક્નોલોજીમાં ભાગીદારીને આગળ વધારવાનો રહેશે. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક બનશે.

આ પણ વાંચોઃ તાઇવાનની જળ-સીમામાં 41 ચીની વિમાનો, 7 યુદ્ધ જહાજો ફરી ઘૂસ્યાં : જિનપિંગ કશું જબરૂં કરવાની તૈયારીમાં

જાપાનથી જશે ચીન

બીજા તબક્કામાં, વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિનની મુલાકાત લેશે. ત્યાં તેઓ SCO સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત SCO દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી સામાન્ય પડકારોનો ઉકેલ શોધી શકાય અને પ્રાદેશિક સહયોગ વધુ ગાઢ બને. જાપાનની મુલાકાત પછી, હું ચીનના પ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપીશ. ભારત SCOનું સક્રિય અને રચનાત્મક સભ્ય છે અને તેના કાર્યકાળ દરમિયાન, ભારતે ઇનોવેટિવ, હેલ્થ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.


Tags :