પેપર લીક અને મોંઘા ક્લાસથી નારાજ Gen-Zને મનાવવા પ્રયાસ, લાલ કિલ્લાથી PM મોદીની મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Announces Free Online Coaching for Competitive Exams | દેશના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર કોચિંગ ક્લાસના વધતા આર્થિક બોજને હળવો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંપૂર્ણપણે મફત ઓનલાઇન કોચિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમે મિડલ ક્લાસને ખર્ચમાંથી બચાવવા માંગીએ છીએ: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ખાનગી કોચિંગ કલ્ચર અને તેનાથી સામાન્ય પરિવારો પર પડતા આર્થિક ભારણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોચિંગ ક્લાસની હોડ આપણા મધ્યમ-વર્ગીય પરિવારો માટે એક ખૂબ મોટો બોજ બની ગઈ છે. દરેક માતા-પિતાને લાગે છે કે જો તેઓ પોતાના બાળકને કોચિંગ ક્લાસ નથી મોકલતા, તો તેમને 'પ્રતિષ્ઠિત' પરિવાર માનવામાં નહીં આવે. અમને તે હજારો કરોડ રૂપિયાની ચિંતા છે જે આ ગરીબ અને મધ્યમ-વર્ગીય પરિવારો ખર્ચ કરે છે, અમે તેમને આ ખર્ચમાંથી બચાવવા માંગીએ છીએ.
યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ ક્લાસની જાહેરાત
વડાપ્રધાને દેશની ડિજિટલ ક્ષમતા અને ઉપલબ્ધ શ્રેષ્ઠ શિક્ષણ સંસાધનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અમે અમારા યુવાનો માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મફત ઓનલાઇન કોચિંગ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આપણી પાસે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે શ્રેષ્ઠ પ્રતિભા અને શિક્ષકો પણ છે. આ સંસાધનોનો લાભ ઉઠાવીને, અમે દેશના યુવાનોને મફત કોચિંગ પ્રદાન કરવા માટે એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરી રહ્યા છીએ.









