PHOTO : પૂરનાં પાણીમાં ડૂબ્યું જનજીવન, બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદનો કહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Rain Alert : પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગતાં જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ જળમગ્ન થતાં સામાન્ય જનજીવન ખોરવાયું છે.
બાંકુરા: ગંધેશ્વરી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પુલ પર ડમ્પર ફસાયું
પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના માનકનાલી ખાતે ગંધેશ્વરી નદીનું પાણી પુલ પર ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પુલ પરથી પસાર થઈ રહેલું એક ડમ્પર લારી પાણીના જોરમાં ફસાઈ ગયું હતું.

પશ્ચિમ મેદિનીપુર: રસ્તાઓ જળમગ્ન થતાં ગ્રામજનોએ દેશી બોટનો સહારો લીધો
પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના સબાંગ બ્લોકના લારો ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ગામના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતાં એક સ્થાનિક નાગરિક લાકડાની દેશી બોટ ચલાવીને સલામત સ્થળે જતો નજરે પડ્યો હતો.

પશ્ચિમ મેદિનીપુર: ડાંગાબારી ગામમાં પૂરના પાણી વચ્ચે લોકોની મુશ્કેલ મુસાફરી
સબાંગ તાલુકાના ડાંગાબારી ગામમાં પૂરના પાણી ભરાઈ જવાના કારણે માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકો પાણીમાં ચાલીને રસ્તો કાપવા મજબૂર બન્યા છે, જ્યારે એક બાઇકચાલક ઊંડા પાણીમાંથી મોટરસાયકલ કાઢતો જોવા મળ્યો હતો.

હલ્દિયા: કમર સમાણા પાણી વચ્ચેથી ફેક્ટરીએ જવા મજબૂર બન્યા કામદારો
પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક શહેર હલ્દિયામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વિવિધ ઔદ્યોગિક એકમોના કામદારો પોતાની રોજગારી માટે પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચેથી જીવના જોખમે ફેક્ટરી તરફ ચાલીને જઈ રહ્યા છે.

હલ્દિયા: ચિરંજીપુરમાં પૂરના પાણી વચ્ચે મહિલા રાહત શિબિરમાંથી ભોજન લઈ જતી દેખાઈ
હલ્દિયાના ચિરંજીપુર વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ જવાથી લોકોના ઘરો સંપર્કવિહોણા બન્યા છે. આ આફત વચ્ચે એક મહિલા એકત્ર થયેલા પૂરના પાણીમાંથી પસાર થઈને સ્થાનિક રાહત શિબિરમાંથી રાંધેલું ભોજન પોતાના પરિવાર માટે લઈ જતી જોવા મળી હતી.

સિઉરી: મયૂરાક્ષી નદીમાં જળસ્તર વધતાં તિલપારા બેરેજ ખાતે માછીમારો સક્રિય
બીરભૂમ જિલ્લાના સિઉરી ખાતે મયૂરાક્ષી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં તિલપારા બેરેજ નજીક પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. આ વધતા પાણીમાં જળચર જીવો અને માછલીઓ પકડવા માટે એક વ્યક્તિ જાળી ફેંકવાની તૈયારી કરતો નજરે પડ્યો હતો.

સિઉરી: તિલપારા બેરેજમાંથી છોડવામાં આવેલા ધસમસતા પ્રવાહને જોવા લોકો ઉમટ્યા
મયૂરાક્ષી નદીમાં પાણીની ભારે આવક થતાં તિલપારા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી નીકળતા પાણીના પ્રચંડ પ્રવાહ અને પાણીના મોજાંને નિહાળવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કિનારે એકઠા થયા હતા.

પશ્ચિમ બર્ધમાન: ભારે વરસાદ બાદ દુર્ગાપુર બેરેજના દરવાજા ખોલી પાણી છોડાયું
પશ્ચિમ બર્ધમાન જિલ્લા અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે દુર્ગાપુર બેરેજમાંથી મોટા પાયે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બર્ધમાન: દુર્ગાપુર બેરેજમાંથી પાણીનો નિકાલ ચાલુ, નદીકાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા
દુર્ગાપુર બેરેજમાં જળસપાટી ભયજનક સ્તરે પહોંચતાં તંત્ર દ્વારા વધારાના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. બેરેજમાંથી પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

પ્રયાગરાજ: મુશળધાર વરસાદથી રસ્તાઓ તળાવ બન્યા, બાળકીઓ પાણી ખૂંદવા મજબૂર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદના પગલે શહેરના રસ્તાઓ પર ઘૂંટણસમાણા પાણી ભરાઈ ગયા છે. શાળા કે અન્ય કામ અર્થે નીકળેલી બાળકીઓ જળમગ્ન બનેલા માર્ગો પરથી પાણી ખૂંદીને પસાર થવા મજબૂર બની હતી.

પ્રયાગરાજ: રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતાં ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું
પ્રયાગરાજના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતાં રહેવાસીઓની હાલત કફોડી બની છે. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળવા માટે ગંદા અને ભરાયેલા પાણીમાંથી પસાર થવા લાચાર બન્યા છે.

પ્રયાગરાજ: પોલીસ સ્ટેશન પરિસરમાં પૂરના પાણી ઘૂસ્યા, પોલીસકર્મીઓ પણ પાણીમાં ડૂબ્યા
ભારે વરસાદના કારણે પ્રયાગરાજના એક પોલીસ સ્ટેશન પરિસર અને બહારના વિસ્તારમાં મોટા પાયે પાણી ભરાઈ ગયા છે. પોલીસ સ્ટેશન બહાર તળાવ જેવી સ્થિતિ સર્જાતાં ફરજ પર તહેનાત પોલીસકર્મીઓ પણ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા.

બોધગયા: સતત વરસાદથી પવિત્ર નિરંજના નદી બંને કાંઠે વહેવા લાગી
બિહારના ઐતિહાસિક અને પવિત્ર તીર્થસ્થળ બોધગયામાં અવિરત વરસાદના કારણે નિરંજના નદીના જળસ્તરમાં મોટો વધારો થયો છે. નદી ગાંડીતૂર બનીને બંને કાંઠે વહેતી થતાં આસપાસના વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે.










