India

ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી : પીએમ મોદી

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટમાં જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત વૈશ્વિક શાસન ઢાંચામાં સુધારા જરૂરી છે. તેમણે બ્રિક્સ દેશોને વૈશ્વિક નિર્ણયોમાં અગ્રણી ભૂમિકા ભજવવા હાકલ કરી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠકમાં, મોદીએ સરહદી શાંતિ પર ભાર મૂક્યો અને 10 મુદ્દાનો રોડમેપ રજૂ કર્યો. વૈશ્વિક પડકારો વચ્ચે બ્રિક્સની જવાબદારી વધી હોવાનું તેમણે ઉમેર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી : પીએમ મોદી
  • વૈશ્વિક નિર્ણયો લેવામાં બ્રિક્સ દેશો આગલી હરોળમાં રહે : પીએમ
  • ગ્લોબલ ગવર્નન્સ માટે બ્રિક્સ ૧૦ મુદ્દાનો રોડમેપ તૈયાર કરે, યુએનની સુરક્ષા પરિષદ, વૈશ્વિક ઢાંચામાં સુધારા જરૂરી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બ્રિક્સ સમિટમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વૈશ્વિક શાસન ઢાંચામાં સુધારો કરવો હવે જરૂરી છે. બ્રિક્સ દેશોએ એક થઇને નિર્ણાયક ભૂમિકામાં આવવું જોઇએ તેમ મોદીએ કહ્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મોદીની નજીક બેઠા હતા. મોદીએ કહ્યું હતું કે હાલમાં કેટલાક દેશોના હાથમાં જ નિર્ણયો વધુ જોવા મળે છે. બીજી બાજુ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી, જેમાં સરહદનો મુદ્દો ઉઠાવાયો હતો. મોદીએ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સારા સંબંધો માટે સરહદે શાંતિ સ્થાપિત કરવી અત્યંત જરૂરી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત અને ચીનેએકબીજા સાથેના મતભેદોને વિવાદનો મુદ્દો ના બનવા દેવો જોઇએ. એકબીજાનું સન્માન જાળવવું પણ જરૂરી છે. જો દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા હોય તો સરહદે શાંતિ જાળવવી પડશે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે બ્રિક્સ સંગઠને પોતાના કાર્યકાળના ૨૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે. હવે આ સંગઠન એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે જ્યાં તેની જવાબદારી વધી જાય છે. તેથી બહુ જ સમજદારીથી આગળ વધવુ પડશે. બ્રિક્સ દેશોનો હેતુ કોઇની વિરુદ્ધમાં જવાનો નથી. પરંતુ તમામને સાથે લઇને ચાલવાનો છે. વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ગવર્નન્સ માટે ૧૦ મુદ્દાનો રોડમેપ પણ જાહેર કર્યો હતો. તમામ બ્રિક્સ દેશોના વડાઓની હાજરીમાં મોદીએ આ નિવેદન આપ્યું હતું. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે આજે બ્લોબલ સાઉથ વૈશ્વિક સંકટની સામે પ્રથમ હરોળમાં ઉભું છું પરંતુ નિર્ણયો લેવામાં છેલ્લી હરોળમાં છે. આપણે આ પિરામિડને બદલવાની જરૂર છે કે જેમાં આપણે નિર્ણયો લેવામાં અંતિમ હરોળમાં છીએ જ્યારે કેટલાક દેશો જ વૈશ્વિક નિર્ણયો લઇ રહ્યા છે જેના પરિણામો આપણે બ્રિક્સ દેશોએ ભોગવવા પડે છે. જે રોડ મેપ તૈયાર કરવામાં આવે તેમાં ત્રણ મહત્વના મુદ્દા રિપ્રેઝન્ટેશન, રિસ્પોન્સિવનેસ અને રુલ મેકિંગનો સમાવેશ કરવામાં આવે. આ વખતે બ્રિક્સ સમિટ ઐતિહાસિક છે કેમ કે આપણે બ્રિક્સની ૨૦મી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છીએ. માનવ જીવનમાં ૨૦ની ઉંમર પરિપક્વતા અને નવી જવાબદારી લાવે છે.