Get The App

પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત 1 - image


Punjab Road Accident : પંજાબના પટિયાલા જિલ્લાના સમાન વિસ્તારમાં આજે (7 મે) ભયાનક અકસ્માત થયો છે. અહીં ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં છ વિદ્યાર્થીઓ સહિત એક ડ્રાઈવરનું મોત થયું છે. મળતા અહેવાલો મુજબ કાર શાળાએથી વિદ્યાર્થીઓને લઈને પરત ફરી રહી હતી, આ દરમિયાન સમાન-પટિયાલા રોડ પર કાર સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.

કારનો કચ્ચરઘાણ, બાળકોને બહાર કાઢવામાં ભારે જહેમત થઈ

પોલીસે જણાવ્યું કે, કારમાં સવાર નવ વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે એક વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. મૃતક બાળકોની ઉંમર 12થી 13 વર્ષની હતી. દુર્ઘટનામાં ડ્રાઈવરનું પણ મોત થયું છે. ટ્રક સાથે ધડાકાભેર અથડાતા જ કારનો કચ્ચરઘાણ વળી ગયો છે, જેના કારણે કારમાંથી બાળકોને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ પણ વાંચો : બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકે ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન આપ્યું, જુઓ શું કહ્યું

ટ્રક ડ્રાઈવર સામે કેસ

ઘટનાને નજરે જોનારાના કહેવા મુજબ પૂરપાટ દોડી રહેલો ટ્રક સામેથી આવતા કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત બાદ કારમાં બેઠેલા બાળકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરી છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પંજાબના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભગવંત માને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘પટિયાલા-સમાના રોડ પર બાળકો ભરેલી એક ખાનગી સ્કૂલ વાનના અકસ્માતના સમાચાર મળ્યા છે. ઘટનામાં વાનના ડ્રાઈવર સહિત છ બાળકોના મોત થવાના દુઃખદ સમાચાર મળ્યા છે, જ્યારે કેટલાક બાળકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. હું ભગવાનને મૃતકોના આત્માની શાંતિ અને ઘાયલ બાળકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’

આ પણ વાંચો : IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ

Tags :