India

સંસદના ચોમાસુ સત્રમાં મોટો ફેરફાર, સાંસદોની હાજરી પૂરવા માટે શરૂ કરાશે નવી સિસ્ટમ

By GS TEAM
14 Jul 20252 mins read
TukuTouch Logo
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે, ત્યારે સંસદમાં સાંસદોની હાજરી ભરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી થઈ ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ‘એટેન્ડન્સ’ની નવી વ્યવસ્થા મુજબ હવે સાંસદોએ લૉબીમાં નહીં, પરંતુ તેમને ફાળવેલ બેઠક પર જ હાજરી પુરાવી શકશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હાજરી ભરવાની નવી વ્યવસ્થાથી સમયની બચત થશે, કારણ કે ઘણી વખત એકસાથે અનેક સાંસદો હાજરી નોંધાવવા માટે પહોંચતા ઘણા સમયનો વેડફાટ થતો હતો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, કેટલાક સાંસદો ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધા વગર પોતાની હાજરી પૂરાવી જતા રહેતા હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંસદના ચોમાસુ સત્રમાં મોટો ફેરફાર, સાંસદોની હાજરી પૂરવા માટે શરૂ કરાશે નવી સિસ્ટમ

Parliament Monsoon Session Attendance System : સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે, ત્યારે સંસદમાં સાંસદોની હાજરી ભરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી થઈ ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ‘એટેન્ડન્સ’ની નવી વ્યવસ્થા મુજબ હવે સાંસદોએ લૉબીમાં નહીં, પરંતુ તેમને ફાળવેલ બેઠક પર જ હાજરી પુરાવી શકશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હાજરી ભરવાની નવી વ્યવસ્થાથી સમયની બચત થશે, કારણ કે ઘણી વખત એકસાથે અનેક સાંસદો હાજરી નોંધાવવા માટે પહોંચતા ઘણા સમયનો વેડફાટ થતો હતો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, કેટલાક સાંસદો ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધા વગર પોતાની હાજરી પૂરાવી જતા રહેતા હોય છે.

સાંસદોને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ જાણવા માટે સમય અપાશે

સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા નવી વ્યવસ્થા લાગુ કરવા માંગે છે. સાંસદોને ‘એટેન્ડન્સ’ની નવી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ જાણવા માટે સમય મળે તે માટે લૉબીમાં હાજરી રજીસ્ટર પત્રકની વ્યવસ્થા થોડા દિવસો માટે ચાલુ રહેશે. ગત વર્ષે સંસદના ચોમાસુ સત્રમાં કામકાજ પેપર લેસ બનાવવા માટે અધ્યક્ષે નવી પહેલ શરૂ કરી હતી, જે હેઠળ ગૃહમાં હાજરી પુરવા માટે સાંસદોને લૉબીમાં એક ઈલેક્ટ્રોનિક ટેબલેટ અને ડિજિટલ પેનનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપ્યો હતો.

આ પણ વાંચો : ‘આવું કરીશું તો બંને દેશોને નુકસાન થશે’ ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત વખતે બોલ્યા એસ.જયશંકર

દૈનિક ભથ્થા માટે હાજરી પુરવી જરૂરી

ઉલ્લેખનીય છે કે, મંત્રીઓ અને વિપક્ષના નેતાએ પોતાની હાજરી નોંધાવવા માટે હસ્તાક્ષર કરવાની જરૂર હોતી નથી. સંસદમાં સત્રમાં ઉપસ્થિત રહેનારા સાંસદોને દૈનિક ભથ્થુ મળે છે, જોકે તે માટે ગૃહમાં હાજરી પૂરવી ફરજીયાત છે. જો સાંસદોની ગૃહમાં હાજરી પુરાયેલી હોતી નથી તો તેમને દૈનિક ભથ્થાનો લાભ મળતો નથી. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી યોજાશે.

2024ના સત્રમાં 20 બેઠકો યોજાઈ હતી

અગાઉ સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર-2024થી 20 ડિસેમ્બર-2024 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ‘ધક્કામુક્કી’ પણ થઈ હતી, જેમાં ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. 18મી લોકસભાના ત્રીજા સત્ર દરમિયાન લોકસભાની 20 બેઠકો યોજાઈ હતી, જે 62 કલાક સુધી ચાલી હતી, જેમાં પાંચ સરકારી બિલ રજૂ કરાયા હતા અને ચાર બિલ પસાર કરાયા હતા. શૂન્યકાળમાં જાહેર મહત્વની 182 બાબતો અને નિયમ 377 હેઠળ 397 મુદ્દાઓ ઉઠાવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ સંસદમાં દર મિનિટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે એક કલાકમાં અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ પણ વાંચો : ‘મુખ્યમંત્રીનું કામ મને કેમ બતાવો છો?’ ફરિયાદ લઈને પહોંચેલા વૃદ્ધને કંગનો રનૌતનો જવાબ, જુઓ VIDEO