VIDEO : ‘મુખ્યમંત્રીનું કામ મને કેમ બતાવો છો?’ ફરિયાદ લઈને પહોંચેલા વૃદ્ધને કંગનો રનૌતનો જવાબ
Himachal Pradesh News : હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફરી ચર્ચામાં આવી છે. રાજ્યના બંજર શહેરની મુલાકાતે પહોંચેલ કંગનાએ ફરિયાદી વૃદ્ધ સાથે કરેલું વર્તન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વાસ્તવમાં વૃદ્ધ પાર્વતી પ્રોજેક્ટ સંબંધીત સમસ્યાની રજૂઆત કરવા માટે કંગના પાસે પહોંચ્યા હતા. જ્યાં કંગના વૃદ્ધને શરમજનક જવાબ આપાત સૌકોઈ ચોંકી ગયા છે.
મુખ્યમંત્રીનું કામ મને ન બતાવો : વૃદ્ધને કંગનાનો જવાબ
35 સેકન્ડના વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ફરિયાદી વૃદ્ધ કંગનના પગ પાસે બેસી મદદ માંગી રહ્યા છે. આ દરમિયાન કંગના રનૌત (Kangana Ranaut) ફરિયાદી વૃદ્ધને બોલી રહી છે કે, ‘મને મુખ્યમંત્રીનું કામ કેમ બતાવી રહ્યા છો? આ કામ તમે મુખ્યમંત્રી સુખવિંદરજી (CM Sukhvinder Singh Sukhu)ને બતાવો. મને મુખ્યમંત્રીનું કામ ન બતાવો.’ ત્યારબાદ વૃદ્ધે વિનમ્રતાથી કહ્યું કે, ‘તમારી પાસે પાવર છે, તમે ઘણું બધુ કરી શકો છો. અમે ઈચ્છીએ છીએ કે, તમે વડાપ્રધાન સાથે વાત કરો.’
આ પણ વાંચો : હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી
‘હું ખટ્ટર સાહેબ સાથે તમારી મુલાકાત કરાવીશ’
ફરિયાદી વૃદ્ધો જવાબ આપ્યા બાદ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓને વૃદ્ધને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કંગનાએ તુરંત કર્મચારીઓને આટકાવ્યા હતા અને વૃદ્ધને કહ્યું હતું કે, ‘હું તમારી કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે મુલાકાત કરાવીશ.’ આ ઘટના બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કંગના પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, શું એક જનપ્રતિનિધિની જવાબદારી જનતાની સમસ્યાઓ સાંભળવાની અને તેને આગળ પહોંચાડવાની હોવી જોઈએ?
આ પણ વાંચો : કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો બીમારીના લક્ષણ