NEET અને CBSE પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત: સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Parliamentary Panel to Review NEET, NTA and CBSE Exam Reforms: દેશના શિક્ષણ જગતમાં હલચલ મચાવનાર NEET-UG પરીક્ષા અને NTAની કાર્યપ્રણાલી પર હવે સંસદીય સ્તરે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિ દિલ્હીમાં બે દિવસીય મહત્ત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે, જેમાં પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુધારા અંગે ચર્ચા થશે.
બેઠકમાં કયા મુદ્દાઓ પર કરાશે ચર્ચા?
NEET અને NTA: પરીક્ષાના મોડ પર વિચારણા, એટલે કે પરંપરાગત પેન-પેપર મોડ ચાલુ રાખવો કે તેને સંપૂર્ણપણે કમ્પ્યુટર-બેઝ્ડ(CBT)માં ફેરવવો.
CBSE પરીક્ષા: ધોરણ 12 માટે 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સિસ્ટમની અમલીકરણ અને તેનાથી વિદ્યાર્થીઓને થતી સમસ્યાઓનું નિવારણ.
ભાષા સૂત્ર: ધોરણ 9 અને 10માં 'થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા'ના અમલીકરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા.
પેપર લીક મામલે સરકાર પર દબાણ
NEET-UG 2026ના પેપર લીક કેસ પછી પરીક્ષાની પવિત્રતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર બન્યો છે. સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડૉક્ટર અને કોચિંગ સેન્ટરના ફેકલ્ટી સભ્યો પણ સામેલ છે. સંસદીય સમિતિ આ સમગ્ર તપાસ પર નજર રાખી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહી છે.
આગામી મહત્વની તારીખો
14 જૂન: NEET-UG 2026 પુનઃ-પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર થવાની અપેક્ષા.
21 જૂન: NEET-UG 2026 ની પુનઃ-પરીક્ષા યોજાશે.








