Get The App

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ 1 - image

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ ચૂકી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જવાબ પણ આપ્યો હતો. આજે રાજ્યસભામાં આ વિષય પર ચર્ચાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જવાબ આપ્યો છે.

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પોતાનું ભાષણ આપવા માટે ઉભા થયા ત્યારે વિપક્ષે હોબાળો કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ઉપસભાપતિએ તમામને શાંત કર્યા અને પોતાની સીટ પર બેસી જવા કહ્યું. ત્યારે ગૃહમંત્રી અમિત શાહને અનેક વખત પોતાનું ભાષણ રોકવું પડ્યું. વિપક્ષ દ્વારા સતત વડાપ્રધાન મોદીને ગૃહમાં બોલાવવાની માગ કરાઈ, જેના પર અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન પોતાની ઓફિસમાં છે. મારાથી પતી જાય છે તો શા માટે વડાપ્રધાનને બોલાવવા...વધુ તકલીફ થશે.

આ પણ વાંચો: 'લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..' UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી

વડાપ્રધાન મોદી ગૃહમાં આવીને જવાબ આપે: ખડગે

રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, વિપક્ષની માગ હતી કે વડાપ્રધાન ગૃહમાં આવીને જવાબ આપે. જો વડાપ્રધાન સંસદ પરિસરમાં હાજર હોવા છતા ગૃહમાં નથી આવતા તો આ ગૃહનું અપમાન છે.

વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી કર્યું વોકઆઉટ

ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન મોદીના જવાબની માગને લઈને વિપક્ષી સાંસદોએ રાજ્યસભાથી વોકઆઉટ કર્યું છે.

આ પણ વાંચો: 'પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો...?', જયશંકરનો વિપક્ષને સવાલ

અમિત શાહે આપ્યો જવાબ

આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વધુ પડતા મુદ્દાઓ પર મલ્લિકાર્જુન ખડગેને બોલવા નથી દેતી અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. બીએસીની બેઠકમાં એ નક્કી હતું કે બંને ગૃહોમાં 16-16 કલાક ચર્ચા કરાશે. પરંતુ જવાબ કોણ આપશે એ સરકાર અને વડાપ્રધાન નક્કી કરશે.

કાલે આતંકવાદીઓને શા માટે ન મારવા જોઈતા હતા? 

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, 'કાલે તમે (કોંગ્રેસ) પૂછી રહ્યા હતા કે તે (પહલગામના આતંકવાદી) આજે જ શા મારે મારવામાં આવ્યા? તેમને કાલે શા માટે ન મારવા જોઈતા હતા? કારણ કે રાહુલ ગાંધીને પોતાનું ભાષણ આપવું હતું? એવું ન ચાલે. આખો દેશ જોઈ રહ્યો છે કે પ્રાથમિકતા રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદનો ખાતમો નહીં, પરંતુ રાજનીતિ, વોટ બેંક અને તૃષ્ટિકરણની રાજનીતિ છે... આજે ગૃહમાં ઉભા થઈને હું વાયદો આપું છું કે જમ્મુ કાશ્મીર આતંકવાદ મુક્ત થશે. આ નરેન્દ્ર મોદી સરકારનો સંકલ્પ છે.'