BJP MP Gifted Bag to Priyanka Gandhi: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની બેગ હાલ ચર્ચામાં છે. તે સતત નવી-નવી બેગ લઈને સંસદ પહોંચે છે. ક્યારેક અદાણી તો ક્યારેક બાંગ્લાદેશ લખેલી બેગના કારણે તેઓ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને એક બેગ ગિફ્ટ કરી છે.
1984 લખેલી બેગ કરી ગિફ્ટ
ઓડિશાથી ભાજપના મહિલા સાંસદ અપરાજિતાએ પ્રિયંકા ગાંધીનેસ બેગ આપી છે. જેના પર 1984 લખેલું છે. બેગ પર 1984ને લોહીથી રંગ્યુ હોય તેવા રંગમાં લખવામાં આવ્યું છે, જે 1984ના શીખ દંગાની યાદ અપાવે છે.
અપરાજિતાએ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, પ્રિયંકા ગાંધી સંસદમાં નવા-નવા બેગ લઈને આવતા રહે છે. તો મેં વિચાર્યું કે, તેઓને એક બેગ ગિફ્ટ કરૂ તેથી મેં આ બેગ ગિફ્ટ કરી છે, જેના પર 1984 લખેલું છે. સાથે જ લોહીના છાંટા પણ છે. જે 1984ના દંગાની યાદ અપાવે છે. પ્રિયંકા ગાંધીએ આ બેગનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ કંઈ કહ્યું નથી. ફક્ત બેગ લઈને જતાં રહ્યાં.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ ગૌતમ અદાણીને લઈને સતત વિરોધ કરી રહ્યું છે. આ દરમિયાન 10 ડિસેમ્બરે પ્રિયંકા ગાંધી મોદી અદાણી ભાઈ-ભાઈ બેગ લઈને સંસદ પહોંચ્યા હતાં. રાહુલ ગાંધીએ આ બેગને જોઈને કહ્યું કે, આ એકદમ ક્યુટ છે. બેગમાં એકબાજુ મોદી તો બીજી બાજુ અદાણીની તસવીર દોરેલી હતી. ત્યારબાદ 16 ડિસેમ્બરે પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઇનના લોકો પ્રતિ સમર્થન અને એકજૂટતા દર્શાવતી બેગ લઈને સંસદ પહોંચ્યા હતાં, જેના પર 'પેલેસ્ટાઇન' લખેલું હતું. આ બેગ પર પેલેસ્ટાઇનને દર્શાવતા તેના અમુક પ્રતિક અને ચિહ્ન પણ દોરેલા હતાં. આ બેગને લઈને પણ ઘણો વિવાદ થયો હતો.
ભાજપે પેલેસ્ટાઇન પ્રત્યે સોફ્ટ કોર્નર બતાવવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલાં હુમલાની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. પરંતુ, બીજા દિવસે પ્રિયંકા ગાંધી બાંગ્લાદેશ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા. આ બેગમાં લખ્યું હતું કે, બાંગ્લાદેશના હિન્દુઓ અને ઈસાઈઓના સાથે ઊભા રહો.
જયંત ચૌધરીએ પ્રિયંકા ગાંધીની બેગ પર શેર કરી કવિતા
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના બેગ પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ પણ મજાક કરી. કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના અધ્યક્ષ જયંત ચૌધરીએ પ્રિયંકા ગાંધીની બેગ પર કટાક્ષ કરતાં એક કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ કવિતાનું શીર્ષક હતું 'બેગ મેં ક્યા હૈ?'


