પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના મોત
Pandit Pradeep Mishra Kubereshwar Dham : પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રા દરમિયાન બીજી ઘટના બની છે, જેમાં વધુ બે ભક્તોના મોત થયા ઠે. અહીં એક ભક્તનું કુબેરેશ્વર ધામ પરિસરમાં અચાનક ચક્કર આવવાથી અને પડી જવાથી મૃત્યુ થયું, જ્યારે બીજો ભક્ત હોટલની સામે ઊભો હતો ત્યારે પડી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મૃતકોના મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
ગઈકાલે બેના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ કુબેરેશ્વર ધામમાં બે મહિલાઓના મોત થયા હતા. આ બંને મહિલાઓની ઓળખ થઈ ગઈ છે. ગુજરાતના રાજકોટના રહેવાસી જસવંતીબેન (56 વર્ષ) અને ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના રહેવાસી સંગીતા ગુપ્તા (48 વર્ષ)નું મોત થયું હતું. કુબેરેશ્વર ધામમાં 2 દિવસમાં અત્યાર સુધીમાં 4 મૃત્યુ થયા છે.
પંડિત પ્રદીપ મિશ્રા કોણ છે?
પંડિત પ્રદીપ મિશ્રા સિહોર, મધ્ય પ્રદેશમાં આવેલા કુબેરેશ્વર ધામના સ્થાપક અને મુખ્ય પુજારી છે. તેમણે આ સ્થળને એક મોટા ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કુબેરેશ્વર ધામ કાંવડ યાત્રા દર વર્ષે શ્રાવણ મહિનામાં આયોજિત થાય છે અને તેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લે છે. આ યાત્રા તેના વિશિષ્ટ ધાર્મિક મહત્વ માટે જાણીતી છે. શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જુદા જુદા સ્થળો પરથી પવિત્ર જળાશયોનું જળ ભરીને કુબેરેશ્વર ધામ પહોંચે છે અને આ જળ ભગવાન શિવને અર્પણ કરે છે. આ પ્રથાને કાંવડ યાત્રા કહેવામાં આવે છે. આ યાત્રા શિવભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે.