Get The App

હાનિયા-માહિરા, ફવાદ-આફ્રિદી જેવા પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફરી બૅન

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
હાનિયા-માહિરા, ફવાદ-આફ્રિદી જેવા પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફરી બૅન 1 - image


Pakistani Celebs Social Media Accounts Banned Again: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળ્યો હતો. બંને દેશો વચ્ચેના સંબંધો અત્યારે સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. આ દરમિયાન, કેટલાક પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાલે દેખાવા લાગ્યા હતા, પરંતુ આજે ફરી આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે અને ભારતીયોને દેખાવાના બંધ થઈ ગયા છે. 

કોના કોના એકાઉન્ટ પર પ્રતિબંધ? 

ગુરૂવારે (3 જુલાઈ) સવારે માહિરા ખાન, માવરા હોકેન, યુમના ઝૈદી, હાનિયા આમિર અને ફવાદ ખાન જેવી પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઈન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. નોંધનીય છે કે એક દિવસ પહેલાં એટલે કે 2 જુલાઈએ, સબા કમર, માવરા હોકેન, શાહિદ આફ્રિદી, અહદ રઝા મીર જેવા પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દેખાવા લાગ્યા હતા. આ ઉપરાંત, હમ ટીવી, એઆરવાય ડિજિટલ અને હર પલ જિયો જેવી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પણ એક્સેસ કરવામાં આવી રહી હતી. પરંતુ ગુરુવારે સવારે, ભારતમાં આ સેલિબ્રિટીઓના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ફરી પ્રતિબંધ લાદી દેવાયાની ચર્ચા છે. 

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશમાં ફરી શરમજનક ઘટના, પત્ની-બાળકો સામે ખેડૂતને નગ્ન કરી ઝાડ સાથે બાંધી માર મારતાં મોત

આ અગાઉ, પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ હટાવવા અંગે પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે કહ્યું હતું કે, પ્રતિબંધ હટાવવાનો તર્ક સ્પષ્ટ નથી. જો ઓપરેશન સિંદૂર અમારી ટોચની પ્રાથમિકતા હોત, તો આ પ્રતિબંધ ચાલુ રાખવો જોઈતો હતો. શું વૈમનસ્યથીથી ભરેલા તે યુટ્યુબ એકાઉન્ટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફરીથી મૈત્રીપૂર્ણ બની ગયા છે?

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ: સ્વિમિંગ પુલની મજા માણી ઘરે જતા 4 બાળકો સહિત 5ના મોત, ટ્રકની અડફેટે બાઈકનો કચ્ચરઘાણ

16 પાક. યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા પછી, પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન, ઘણી પાકિસ્તાની હસ્તીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ હુમલા પછી, ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ અને જીયો ન્યૂઝ જેવા નામોનો સમાવેશ થાય છે. આ ચેનલો પર ભારત વિરોધી સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ છે.


Tags :