ઉત્તર પ્રદેશ: સ્વિમિંગ પુલની મજા માણી ઘરે જતા 4 બાળકો સહિત 5ના મોત, ટ્રકની અડફેટે બાઈકનો કચ્ચરઘાણ
Road Accident Uttar Pradesh: ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં બુધવારે (બીજી જુલાઈ) રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ભીષણ રોડ અકસ્માત એક જ પરિવારના 4 બાળકો સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે આ લોકો સ્વિમિંગ પુલમાં નહાયા પછી એક જ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા કેન્ટરને કસ્ટડીમાં લઈ લીધો છે અને કેસની તપાસ શરૂ કરી છે.
ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારી
અહેવાલો અનુસાર, હાપુરના મોહલ્લા મજીદપુરાના રહેવાસી દાનિશ તેના પરિવારના 4 બાળકો સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ તેમની સાથે અલગ અલગ વાહનોમાં હતા. આ અકસ્માત બુલંદશહેર રોડ પર સર્જાયો હતો, જ્યાં એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે તેની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક પર સવાર બધા લોકો રસ્તા પર પડી ગયા અને ટ્રકે તેમને કચડી નાખ્યા.
આ પણ વાંચો: ટ્રમ્પની બાજી ઉલટી પડી, રેસિપ્રોકલ ટેરિફના કારણે અમેરિકાને જ 82 અબજ ડૉલરનું નુકસાન
અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ બધાને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં 10 વર્ષીય સમાયરા, 11 વર્ષીય માયરા, 8 વર્ષીય સમર અને નવ વર્ષીય માહિમનો સમાવેશ થાય છે. અકસ્માતના સમાચાર ફેલાતાં જ હોસ્પિટલમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો.
પોલીસે ટ્રક કસ્ટડીમાં લઈ લીધી છે અને કેસની તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઇક સવારે હેલ્મેટ પણ પહેર્યું ન હતું. આ દુ:ખદ ઘટનાથી હાપુરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.