મધ્ય પ્રદેશમાં ફરી શરમજનક ઘટના, પત્ની-બાળકો સામે ખેડૂતને નગ્ન કરી ઝાડ સાથે બાંધી માર મારતાં મોત
Image; Freepik |
Madhya Pradesh Crime: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના બમીઠા પોલીસ સ્ટેશન હેઠળ ખૈરી ગામમાં દબંગો દ્વારા ખેડૂત સાથે બર્બરતા કરવામાં આવી હતી. આ લોકોએ ખેડૂતને નગ્ન કરીને ઝાડ સાથે બાંધ્યો અને બાદમાં તેને એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. આ મામલે પોલીસે ત્રણ મહિલા સહિત નવ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તેમાંથી 6 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.
2003માં આ જ લોકોએ મૃતકના પિતાની કરી હતી હત્યા
ખેડૂતની પત્નીએ પોલીસે જણાવ્યું કે, '2003માં આ અસામાજિક તત્ત્વોએ મારા સસરાની પણ હત્યા કરી દીધી હતી.' મળતી માહિતી મુજબ, બમીઠાના ખૈરી ગામ નિવાસી શંકર પટેલ પત્ની અને બે છોકારાઓ સાથે ખેતરમાં એક ઢોર હાંકી રહ્યા હતા. આ દરમિયાન દબંગ નાનેલાલ પટેલ સાથે રકઝક થઈ હતી. નારાજ નોનેના સ્વજને શંકરને ત્યાં જ એક ઝાડ સાથે નગ્ન કરીને બાંધ્યો અને દંડા વડે તેને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું.
એએસપી વિદિતા ડાગરે જણાવ્યું કે, આ કેસ પોલીસે નોને પટલ, રામ પ્યારે પટેલ, કિશોરી લાલ પટલે, સખી પટેલ, અનીતા પટેલ, રાજકુમારી પટેલની ધરપકડ કરી લીધી છે. જોકે, હજુ સુધી ત્રણ આરોપી ફરાર છે.